અમેઝોનના ફાઉંડરે લોકોને ખર્ચા ઓછા કરવા અને પૈસા વધારે બચાવાની સલાહ આપી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેઝોનના ફાઉંડર જેફ બેઝોસે લોકોને ખર્ચા ઓછા કરવા અને પૈસા વધારે બચાવાની સલાહ આપી છે. તેમણે લોકોને કહ્યું કે, રોકડા રૂપિયા બચાવીને રાખજો અને આવનારા સમયમાં હોલીડે સીઝનમાં બિન જરુરી વસ્તુઓ પર ખર્ચા કરતા નહીં. અબજોપતિ જેફ બેઝોસે સામે દેખાઈ રહેલી સંભવિત મંદીના કારણે આ સલાહ આપી છે. બેજોસે કહ્યું કે, અમેરિકાના લોકોએ આવનારા દિવસોમાં કોઈ મોટી ખરીદી કરવી જોઈએ નહીં, જેમ કે નવું ફ્રીજ અથવા તો બ્રાન્ડ ન્યૂ કાર. આ પૈસા મંદીના કપરા સમયમાં આપને કામમાં આવશે.

બેજોસે કહ્યું કે, જો આપ એકલા રહો છો અને આપ મોટી સ્ક્રીનવાળું ટીવી ખરીદવા વિશે વિચારી રહ્યા છો, આપે થોડી રોકાઈ જવું જોઈએ. આ રોકડ રૂપિયા આપ આપની પાસે રાખો અને જુઓ કે શું થાય છે. ફ્રીજ, નવી કાર કે પછી કંઈક બીજૂ. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, જો લોકો આવું કરશે, તો પહેલાથી કમાણી કરી રહેલી અમેઝોનનું રેવેન્યૂ હજૂ પણ નીચે જશે. તેનાથી આગળ, અમેઝોનના પૂર્વ સીઈઓએ ભલામણ કરી છે કે નાના બિઝનેસ કરનારા પણ નવા ઉપકરણોમાં રોકાણ કરવાની જગ્યાએ રોકડ રકમ પોતાની પાસે રાખે. તેમણે કહ્યું છે કે, જેટલું બને તેટલું ઓછુ જોખમ લો. સારા માટે આશા રાખો, પણ સૌથી ખરાબ માટે તૈયાર રહો.

જેફ બેજોસને કહ્યું કે, તે પોતાની જીવનકાળમાં ૧૨૪ બિલિયન ડોલરની કુલ સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો દાન કરશે. મોટી ઈ કોમર્સ કંપનીના માલિકે ટીવી ચેનલને કહ્યું કે, તે પોતાના મોટા ભાગની સંપત્તિ જળવાયુ પરિવર્તનથી લડવા માટે અને એવા લોકોનું સમર્થન કરનારાને આપશે. જે ઊંડા સામાજિત અને રાજકીય વિભાજનની સામે માનવતાને એકજૂટ કરી શકે છે.

Share This Article