પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ દેશ બહાર નહી જઇ શકે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતમાં ચૂંટણી આવવાને ઘણી વાર છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયેલુ જણાય છે. હાલમાં જ પેશાવરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પાકિસ્તાનની એક પાર્ટીના નેતા હારૂન મોતને ભેટ્યા છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી અને તેમની બહેન ફરયાલ તાલપૂર હવે દેશની બહાર નહી જઇ શકે.

પાકિસ્તાનના સ્થાનિય અખબાર ડૉનની ખબર અનુસાર, આસિફલઅલી જરદારી અને તેમની બહેન ફરયાલને પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં સામેલ કર્યા છે. જેથી હવે બંને ભાઇ બહેન પાકિસ્તાનની બહાર નહી જઇ શકે. બેંકમાં બનાવટી ખાતા અને બ્લેકમની મામલે તપાસ શરૂ થઇ ગઇ છે. ત્યારે કથિત રીતે આસિફ અલી જરદારી પણ આ લિસ્ટમાં સામેલ છે. જેને લીધે તેમને પાકિસ્તાનની બહાર જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

પાકિસ્તાનના ગૃહમંત્રી આઝમ ખાને સુપ્રિમ કોર્ટને કહ્યુ હતુ કે બંનેને પાકિસ્તાન બહાર ના જવા દેવામાં આવે, સુપ્રિમ કોર્ટે આઝમ ખાનના સજેશનને માન્ય રાખ્યુ હતુ. હાલમાં જ પાકિસ્તાનની એક અદાલતે નવાઝ શરીફ અને તેની દીકરીને અનુક્રમે 10 અને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં 25 જુલાઇના રોજ ચૂંટણી છે અને પાકિસ્તાનના લોકો 25 જુલાઇના રોજ મતદાન કરવા જશે.

Share This Article