સ્ત્રીમાંથી પુરુષ બનનાર પ્રથમ ટ્રાન્સજેન્ડરે સ્વસ્થ્ય બાળકને જન્મ આપ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિન્લેન્ડમાં એક મહિલા જેણે હોર્મોન થેરાપી કરાવી દેશમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર પુરૂષ બનવાનો વિક્રમ કર્યો હતો. તેણે આજે એક બાળકને જન્મ આપ્યો હતો.

આ ઘટનાથી વિવાદ ઊભો થયો હતો, કારણ કે કાયદા અનુસાર લિંગ બદલવા માટે અફળદ્રુપતા જરૂરી હોય છે. ‘બાળકનું વજન લગભગ ચાર કિલો અને તેની લંબાઇ ૫૩ સે.મી. હતી’એમ ટ્રાન્સજેન્ડર પુરૃષને માધ્યમોએ કહેતા ટાંક્યો હતો. તેના પરિવારની ઓળખને ગુપ્ત રાખવા માટે નામ આપવામાં આવ્યું ન હતું. લગભગ ૩૦ વર્ષના આ પુરૂષે ૨૦૧૫માં  ટેસ્ટોસટેરોની થેરેપી પછી કાયદેસર પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું હતું.

પરંતુ પોતાના પતિથી ગર્ભ ઘારણ કરવાના પ્રયાસ પહેલાં પુરૃષ બનવાની તમામ પ્રક્રિયા પુરી કરવા તેણે  સેક્સ ચેન્જ સર્જરી કરાવવા નિર્ણય કર્યો હતો. હોર્મોન થેરેપી માટે ફિન્લેન્ડના કાયદા હેઠળ મહિલામાંથી પુરુષ બનવા માટે કાયદેસરનું લિંગ પરિવર્તન માટે વ્યક્તિને એ સાબીત કરવું પડે છે કે તે બાળકને જન્મ આપવા અસમર્થ અથવા અફળદ્રુપ છે. વ્યવહારમાં જ્યારે ટેસ્ટોસટેરોની થેરેપી લાંબા સમય સુધી ચાલી હોય ત્યારે ફિનિશ મેડિકલ એકમો તેમના ટ્રાન્સજેન્ડર દર્દીઓને અફળદ્રુપ જ માની લે  છે. પરંતુ કેટલીક વખતે એવું પણ બને છે કે જો હોર્મોન થેરેપી બંધ કરી દીધી હોય ત્યાર ફળદ્રુપતા પાછી પણ આવે છે.

Share This Article