દુનિયાભરમાં ૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી પહેલી ફિલ્મ ૧૯૮૨માં રિલીઝ થઇ હતી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

૧૦૦ કરોડ કમાનારી ફિલ્મની જો વાત સામે આવે તો સૌપ્રથમ બોલીવુડની ખાન ત્રિપુટી આવે એટલે કે, બોલિવૂડના ત્રણેય ખાન સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન. અને આજે પણ બોક્સ ઓફિસના હિટ મશીન માનવામાં આવે છે. ત્રણેય ખાન્સની એવી ઘણી ફિલ્મો હશે, જેણે ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી હશે, પરંતુ તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે ઇન્ડસ્ટ્રીને આ ત્રણેયમાંથી કોઇએ પહેલી ૧૦૦ કરોડ કમાનાર ફિલ્મ નથી આપી. તમે વિચારી રહ્યાં હશો કે જો આ ત્રણેયમાંથી કોઇની ફિલ્મ બોક્સ ઓફિસ પર પહેલી ૧૦૦ કરોડ કમાણી કરનાર ફિલ્મ નથી, તો પછી કોની ફિલ્મ હતી? તો ચાલો જણાવીએ. 

જણાવી દઇએ કે, પહેલાના સમયમાં ફિલ્મ હિટ થઇ કે સુપરહિટ થઇ તેનો આધાર ફિલ્મ થિયેટર્સમાં ૨૫ અઠવાડિયા, ૫૦ અઠવાડિયા અથવા ૭૫ અઠવાડિયા સુધી ટકી રહે તેના પર છે. પરંતુ આજે ફિલ્મની સફળતા માપવાની નવી રીત છે- ૧૦૦ કરોડ ક્લબ. ૧૦૦ કરોડ ક્લબ કમાણી માપવાની એક અનઓફિશિયલ રીત છે, પરંતુ હવે મોટા-મોટા સ્ટાર્સ અને ડિરેક્ટર્સ પણ પોતાની ફિલ્મની સફળતા આ રીતે માપે છે. તમને તે જાણીને નવાઇ લાગશે કે ૧૦૦ કરોડ કમાનાર બોલિવૂડની પહેલી ફિલ્મ આજથી ૩ દશક પહેલા રિલીઝ થઇ હતી. દુનિયાભરમાં ૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી પહેલી ફિલ્મ ૧૯૮૨માં રિલીઝ થઇ હતી, જે ડિસ્કો ડાન્સર હતી. આ ફિલ્મમાં ગોલ્ડન,ચમકતા કપડામાં મિથુન ચક્રવર્તી જયારે ડિસ્કોની ધૂન પર ઠુમકા લગાવતા હતાં, યુવતીઓ બેહોશ થઇ જતી હતી, યુવાનો દિવાના થઇ જતાં હતાં. જણાવી દઇએ કે, ડિસ્કો ડાન્સરના ડાયરેક્ટર બાબર શાહ હતાં અને તેની સ્ટોરી માસૂમ રઝાએ લખી હતી.

આ ફિલ્મે રશિયાના બોક્સ ઓફિસ પર પણ ધૂમ કમાણી કરી હતી અને ત્યાંથી ૯૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. ડિસ્કો ડાન્સર બાદ આ ૧૦૦ કરોડનો તાજ મેળવવા માટે હિન્દી સિનેમાને આશરે ૧૨ વર્ષ સુધી રાહ જોવી પડી. પછી વર્ષ ૧૯૯૪માં આવી એ ફિલ્મ જેણે આવનારી પેઢીઓ માટે એક સીમાચિહ્ન સ્થાપિત કર્યો. આ ફિલ્મ હતી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’. આ ભારતની બીજી ૧૦૦ કરોડ કમાનારી ફિલ્મ બની હતી.

Share This Article