નાયક ભોજક સમાજની પ્રથમ દીકરી કોમર્શિયલ પાયલોટ બની

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ: નાયક ભોજક સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. વંદના અશોકકુમાર નાયકના દીકરી પ્રેરણા વિનોદ નાયકએ માત્ર 21 વર્ષની ઉંમરે કોમર્શિયલ પાયલોટ બનીને સમાજ તથા પરિવારનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે.

પ્રેરણા વિનોદ નાયકએ ધોરણ 8માં અભ્યાસ દરમ્યાન જ પાયલોટ બનવાનું સ્વપ્ન જોયું હતું. નાની ઉંમરે નક્કી કરેલા આ લક્ષ્યને સાકાર કરવા માટે તેણે સતત મહેનત, શિસ્ત અને દૃઢ સંકલ્પ સાથે પોતાની તૈયારી આગળ ધપાવી.

અમદાવાદમાં તેણે એવિયેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગ્રાઉન્ડ ક્લાસિસ ફર્સ્ટ ટ્રાયલમાં પાસ કરી અને હરિયાણા ખાતે તેની ફ્લાઈંગ ટ્રેનિંગ પૂર્ણ કરી. પ્રેરણાએ 15 કલાક મલ્ટી એન્જિન ઉડાડી પોતાની 200 કલાકની ટ્રેનિંગ પૂર્ણ કરી પાયલોટ બની.

ઉડાન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવા સાથે-સાથે પ્રેરણા વકીલાત નુ ભણતર પણ કરશે.પ્રેરણા વિનોદ નાયકની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર નાયક ભોજક સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ છે. સમાજના આગેવાનો તથા પરિવારજનોએ તેને દિલથી અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

Share This Article