ઠાકોરભાઈ દેસાઈ હોલ લો ગાર્ડન એલિસબ્રિજ અમદાવાદ ખાતે પ્રજા વિજય પક્ષનો જેમને પાયો નાખ્યો છે તેવા આ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ડી.જી. વણજારાના અધ્યક્ષ સ્થાને પક્ષનું ગુજરાત પ્રદેશનું પ્રથમ અધિવેશન મળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય અને દેશના અન્ય વિભાગોમાંથી પક્ષના કાર્યકર્તા આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પક્ષનું માળખું મજબૂત કરવા માટે અલગ અલગ સ્તરે હોદ્દેદારોની નિમણૂક કરી અધ્યક્ષસ્થાનેથી ભાવી રણનીતિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ
નિમિત્તે પક્ષના રાષ્ટ્રીય પરીષદ દ્વારા અલગ અલગ ઠરાવો કરવામાં આવ્યા હતા. આજના આ મહત્વના દિવસે મહત્વનો નિર્ણય એ રહ્યો કે, 2024માં થનાર લોકસભાની ચૂંટણીઓમાં પક્ષ પ્રભાવી ભૂમિકા માટે દિલ્હીમાં સંઘ પ્રદેશના પક્ષના પ્રમુખ તરીકે શ્રી વિશાલ ખન્નાની નિમણૂક કરવામાં આવી જ્યારે ઉત્તરપ્રદેશના પક્ષ પ્રમુખ તરીકે શ્રી ઓમપાલસિંઘની નિમણૂક કરવામાં આવી. આજના અધિવેશનમાં ભારતની સર્વોચ્ચ અદાલતના સિનિયર કાઉન્સેલર શ્રી એ.પી. સિંઘજી પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજા વિજય પક્ષ આગામી સમયમાં બહું જલદી જ રાષ્ટ્રીય સ્વરુપ ધારણ કરે તે માટે દિશા દર્શન
અને દ્રઢ સંકલ્પ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ ત્રણેય મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં આગામી રાષ્ટ્રવ્યાપી સંઘર્ષ માટે પ્રતિબદ્ધતા અને પાર્ટીને નવી ઉંચાઈઓ
સુધી લઈ જવાનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત આ અધિવેશનમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે, આવનાર ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં નગપપાલિકાઓ તેમજ ગ્રામપંચાયતોની ચૂંટણીઓ થવા જઈ રહી છે. તેમાં પણ પૂરી તાકાતથી પાર્ટી ઝંપલાવશે. આ ઉપરાંત ડિસેમ્બર 2023માં થનાર રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના જંગમાં પણ પક્ષ ઉતરશે. આ અધિવેશનમાં નીચે પ્રમાણે
ગુજરાત રાજ્યમાં પ્રજા વિજય પક્ષ ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
1) શ્રી ભાવસિંહજી ભૂદરભાઈ ગોહિલ, ઉપ પ્રમુખ દક્ષિણ ગુજરાત પ્રભારી
2) શ્રી અજયસિંહ રામનાથસિંહ રાજપૂત, ઉપ પ્રમુખ ઉત્તર ગુજરાત પ્રભારી
3) શ્રી મહેન્દ્રસિંહ હુકમસિંહ રાઠોડ, મહામંત્રી મધ્ય ગુજરાત તથા પક્ષના પ્રવક્તા, મધ્યગુજરાત