JCB લિટરેચર ફાઉન્ડેશન (JCBLF) અને અમદાવાદ યુનિવર્સિટીના ઉપક્રમે સાહિત્યિક અનુવાદ અભ્યાસક્રમની તેની પ્રથમ બેચના પદવીદાન સમારંભની ઉજવણીમાં, યુવાનોને પ્રકાશનની દુનિયાથી પરિચિત કરાવીને તેમને જોડવા, તેમનું નેટવર્ક બનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારંભમાં કેટલાક અગ્રણી પ્રકાશકો જેવા કે રાહુલ સોની, અદિતિ મહેશ્વરી, એલિઝાબેથ કુરુવિલા અને જી.એન.મોહન પણ ઉપસ્થિત રહ્યા હતા અને ‘ભારતમાં અનુવાદો’ જેવા વિષયમાં તેમણે ગહન ચર્ચા કરી હતી. સત્રનું સંચાલન અમદાવાદ યુનિવર્સિટી ખાતે સાંસ્કૃતિક સિદ્ધાંતવાદી અને અનુવાદક, પ્રોફેસર તેજસ્વિની નિરંજના દ્વારા કરવામાં આવ્યું હતું; નિરંજનાએ અભ્યાસક્રમનું મોડ્યૂલ પણ ડિઝાઇન કર્યું છે.
JCB લિટરેચર ફાઉન્ડેશનના ડિરેક્ટર મુખ્ય અતિથિ શ્રી મનીષ તાયલ અમદાવાદ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પંકજ ચંદ્રા દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો.
JCB લિટરેચર ફાઉન્ડેશન દ્વારા સમર્થિત, એક વર્ષના પોસ્ટ-ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં વર્કશોપ, માર્ગદર્શન, દ્વિભાષી જોડાણોનું આયોજન કરવામાં આવે છે અને વર્તમાન અનુવાદકોનું કૌશલ્ય વધારવા માટે અનુવાદના ઇતિહાસ અને સિદ્ધાંતને આવરી લેવામાં આવે છે. આ અભ્યાસક્રમ ઉદ્યોગલક્ષી માર્ગદર્શન દ્વારા અનુવાદકોને પ્રકાશન, જાહેરાત અને સંપાદકીય ઉદ્યોગો માટે તેમને વધુ સારી રીતે તૈયાર થવામાં પણ મદદ કરે છે, તેમને સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસની પદ્ધતિઓથી અવગત કરે છે.
અમદાવાદ યુનિવર્સિટી સાથે JCB લિટરેચર ફાઉન્ડેશનના સહયોગ વિશે બોલતા, JCB લિટરેચર ફાઉન્ડેશનના ડિરેક્ટર મનીષ તાયલે જણાવ્યું હતું કે, “JCB લિટરેચર ફાઉન્ડેશન એક એવી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે સમર્પિત છે, જે ખરેખર ભારતમાં પ્રતિષ્ઠિત સાહિત્યિક વ્યાવસાયિકોને સામર્થ્યવાન બનાવે. જેસીબી પુરસ્કાર અને અમદાવાદ યુનિવર્સિટીમાં અમે અનુવાદ અભ્યાસક્રમનું સમર્થન આપીએ છીએ તેવા અનુવાદો આ પ્રયાસમાં મુખ્ય ભાગ છે. જ્યારે આ મોડ્યૂલ અમારી પાસે લાવવામાં આવ્યું ત્યારે એવું જાણવા મળ્યું કે, તે કંઇક એવું છે કે જે અનુવાદોને સૈદ્ધાંતિક વાતોથી આગળ જુએ છે અને તમને ઉદ્યોગના ધોરણો અને આવશ્યકતાઓ અનુસાર વ્યવહારિક રીતે અનુવાદની કળા શીખવે તેવું નવતર શિક્ષણશાસ્ત્ર લાવે છે. આ પ્રોગ્રામની પ્રથમ બેચ આજે સ્નાતક થઇ હોવાથી, અમે તેમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને અમને આશા છે કે તેઓ પ્રગતિ કરીને આ ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવશે.”
ભારતમાં અનુવાદના અભ્યાસક્રમોના મહત્વ પર સ્પષ્ટતા કરતા, અમદાવાદ યુનિવર્સિટીના માનવતા અને ભાષાના પ્રોફેસર તેજસ્વિની નિરંજનાએ જણાવ્યું હતું કે, “સાહિત્યની અનુવાદિત કૃતિઓ વૈશ્વિક બજારમાં સૌથી વધુ જોવા મળતા પુસ્તકોમાંની એક છે. ભારતમાં પણ આવા પુસ્તકો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યાં છે. અલગ અલગ પ્રદેશોના વિવિધ અનુભવોને જાણીતી ભાષામાં વખાણી શકાય તે વિચાર પહેલાં કરતાં પણ વધુ શક્તિશાળી બન્યો છે. દ્વિભાષી અને બહુભાષી લોકોને વૈશ્વિક અને પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરવા માટે તાલીમ આપવી એ પડકારજનક અને જરૂરી કાર્ય છે, જે અમારા પ્રોગ્રામમાં હાથ ધરવામાં આવ્યું છે.
સાહિત્યિક અનુવાદમાં ડિપ્લોમા એ આંતર-શાખીય ઉદાર કળા સંસ્થા અમદાવાદ યુનિવર્સિટીનો મુખ્ય કાર્યક્રમ છે છે. ભારતમાં હાલમાં કોઈ તુલનાત્મક પ્રોગ્રામ શીખવવામાં આવતો નથી. અહીં અમારી પાસે ઑનલાઇન સૂચના, સઘન ઑફલાઇન વર્કશોપ્સ અને મુખ્ય પ્રેક્ટિશનરોની સુલભતાનું અનોખું સંમિશ્રણ છે.”
પ્રો. નિરંજનાએ વધુમાં ઉમેર્યું હતું કે, “2022-23માં પ્રોગ્રામના વિદ્યાર્થીઓ કારકિર્દીના પ્રારંભિકથી મધ્ય તબક્કા સુધીના વ્યાવસાયિકો છે, જેમાં સંપાદકો, કોલેજના શિક્ષકો, સંશોધકો, જાહેર આરોગ્ય અને નાગરિક સમાજ સંસ્થાઓની ટોચ પર કામ કરતા તબીબી ડૉક્ટરો અને NGO વ્યાવસાયિકો સામેલ છે. તેઓ તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ, હિન્દી, મરાઠી, ગુજરાતી, મારવાડી અને બંગાળી જેવી વિવિધ ભાષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ડિપ્લોમા પ્રોગ્રામે વિદ્યાર્થીઓને પુરસ્કાર વિજેતા અનુવાદકો બનવા માટે તેમનું જનત કર્યું છે અને ભારતની ભાષાઓમાંથી અને સૌથી પ્રખ્યાત અનુવાદકોએ અમારા વર્ગોની મુલાકાત લીધી છે અને અમે જે કરી રહ્યા છીએ તેની પ્રશંસા કરી છે.”
મુંબઈના તમાશા થિયેટર દ્વારા રજૂ કરાયેલા સંગીતમય નાટક ‘સેમ સેમ બટ ડિફરન્ટ’ સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું. આ નાટકમાં બે પ્રતિભાશાળી કલાકારો જાહ્નવી શ્રીમાંકર અને કૈલાશ વાઘમારે, જેઓ અલગ અલગ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને જીવનના જુદા જુદા અનુભવો ધરાવે છે, વિવિધ કલાત્મક અને સામાજિક પડકારોનો સામનો કરી રહ્યા છે, છતાં સંગીત પ્રત્યેના તેમના પ્રેમથી તેઓ એકબીજા સાથે જોડાયેલા છે, ખૂબ જ પ્રામાણિકતા, રમૂજ અને લાગણી સાથે તેમના જીવનની ગાથાઓનું આદાનપ્રદાન કરવા માટે ભેગા થાય છે. તેમની ગાથાઓ કહેતી વખતે તેઓ જીવંત રીતે ગાય છે તેવા લોક, શાસ્ત્રીય, લોકપ્રિય સિનેમા, રાજકીય સહિત જુદી જુદી પરંપરાઓનું સંગીત તેમણે શેર કર્યું હતું અને અત્યંત કૌશલ્યવાન બેન્ડનો તેમને સાથ મળ્યો હતો; પોતાના અભિનયથી તેમણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.