કરિયરના શરૂઆતમાં ફોટોગ્રાફરના રોલ માટે આપ્યું હતું પહેલું ઓડિશન-નવાઝુદ્દીન સિદ્દીકી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
nawazuddin

નવાઝુદ્દીન સિદ્દિકી અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ ‘ફોટોગ્રાફ’ આજ મહિને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી ફોટોગ્રાફરના રોલમાં છે, તો સાન્યા મલ્હોત્રા ગુજરાતી યુવતીના રોલમાં દેખાશે. જો કે આ ફિલ્મ સાથે નવાઝુદ્દીન સિદ્દીકીનો એક વિચિત્ર સંયોગ છે. નવાઝે પોતાની કરિયરના શરૂઆતના તબક્કામાં ફોટોગ્રાફરના રોલ માટે ઓડિશન આપ્યું હતું, જો કે આ રોલ કરવાની તક તેમને છેક આ ફિલ્મમાં મળી છે.

નવાઝુદ્દીન સિદ્દિકીની બોલીવુડમાં સ્ટ્રગલ વિશે હવે દરેક વ્યક્તિને જાણ છે. શરૂઆતમાં તેમણે નાના નાના ઘણા રોલ કર્યા હતા. એક વખત નવાઝે એક ફિલ્મમાં ફોટોગ્રાફરના રોલ માટે પણ ઓડિશન આપ્યું હતું. જો કે આ રોલ માટે નવાઝુદ્દીન સિદ્દિકીને રિજેક્ટ કરાયા હતા. તાજેતરમાં જ ફિલ્મ ફોટોગ્રાફની પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન નવાઝે આ ઘટનાને યાદ કરી હતી. નવાઝે કહ્યું કે ઓડિશન પહેલા તેમણે ઘણા ફોટોઝ પડાવ્યા હતા, જેના આધારે જ તેમને ઓડિશન માટે બોલાવાયા હતા. પરંતુ તેમના સારા ફોટોને કારણે સિલેક્શન ન થયું.

કરિયરની શરૂઆતનો આ રોલ નવાઝને સફળ એક્ટર બન્યા બાદ કરવા મળી રહ્યો છે. રિતેશ બત્રાની ફિલ્મ ‘ફોટોગ્રાફ’માં નવાઝુદ્દીન સિદ્દિકી મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પર કામ કરતા ફોટોગ્રાફરનો રોલ કરી રહ્યા છે.

રિતેશ બત્રા લિખિત અને તેમણે જ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ૧૫ માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને એમેઝોન સ્ટુડિયોઝની સાથે ધ મેચ ફેક્ટરીએ પ્રોડ્‌યુસ કરી છે.

Share This Article