અમદાવાદ: આર્થ્રોસ્કોપના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સંશોધન, નવીનત્તમ ટેકનિક્સ અને શ્રેષ્ઠ કક્ષાની કામગીરીને રજૂ કરતાં ખાસ પ્લેટફોર્મ એવા અમદાવાદ આર્થોસ્કોપી કોન્ફરન્સ (ACC)નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. “સૌને માટે આથ્રોસ્કોપ” વિષય પર યોજાયેલ બે-દિવસની કોન્ફરન્સમાં માહિતી તથા વિચારોનું આદાન-પ્રદાન કરવા અને ઓર્થોપેડિક પ્રેક્ટિસિસમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા એવા નિષ્ણાતો, પ્રેક્ટિશનર્સ તથા સંશોધનકર્તાઓને એક સાથે લાવવામાં આવ્યા હતા.
આ અગાઉ શનિવારે અમદાવાદ આર્થ્રોસ્કોપી કોન્ફરન્સના પહેલા દિવસે માહિતી-જ્ઞાનવર્ધક લેક્ચર્સ, ઈન્ટરેક્ટીવ વર્કશોપ્સ તથા વ્યાપક સામેલગીરી ધરાવતી પેનલ ડિસ્કશન્સના ખાસ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આર્થોસ્કોપીમાં સહભાગીઓની માહિતી તથા કૌશલને ઉત્તેજન આપવા માટે ડિઝાઈન કરવામાં આવેલી હતી. આ કોન્ફરન્સનું આયોજન કરનાર ચેરમેન ડો.પ્રથમેશ જૈને જણાવ્યું હતું કે, ” સૌ પહેલા અમદાવાદ આર્થ્રોસ્કોપી કોન્ફરન્સ શહેરમાં ઓર્થોપેડિક કોમ્યુનિટી માટે એક મહત્વની સીમાચિન્હરૂપ બાબત છે. તે વ્યવસાયિકો તથા સંશોધનકર્તાઓ માટે આર્થોસ્કોપિક ટેકનોલોજીમાં નવિનિકરણને લઈ પ્રગતિની શક્યતા તપાસવા તથા પડકારોનો ઉકેલ મેળવવા માટે એક ખાસ પ્રકારની તક છે, તે સુનિશ્ચિત કરે છે કે આર્થ્રોસ્કોપીક ટેકનિકો તથા અભિગમમાં સૌથી આગળ રહેવા, તેમ જ દર્દીઓની કાળજી માટે યોગ્ય યોગદાન આપી શકાય.”
આર્થ્રોસ્કોપી એક સર્જીકલ પ્રક્રિયા છે, જેનો ઉપયોગ સાંધાની સમસ્યાના નિદાન અને ઉપચાર માટે કરવામાં આવે છે તથા ઓર્થોપેડિક પ્રેક્ટિસમાં તેનું અત્યંત મહત્વ રહેલું છે. ઓસ્ટિયોઓર્થોરાઈટીસ માટે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં આવતા તમામ જોઈન્ટ્સ ચોક્કસ તબક્કામાં હોય છે કે જ્યાં આર્થ્રોસ્કોપી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ કોન્ફરન્સના આયોજક સેક્રેટરી શ્રી ડો.તીર્થ વ્યાસે કહ્યું કે ‘આ કોન્ફરન્સે આથ્રોસ્કોપીના વિવિધ પાસા અંગે પોતાની નિપૂર્ણતા રજૂ કરવા માટે 50થી વધારે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફેકલ્ટીઝને એક સાથે રજૂ કરી હતી. આ કોન્ફર્સમાં 13 જેટલા રેકોર્ડ કરેલ સર્જરી બ્રોડકાસ્ટ સાથે ઢીંચણ અને ખંભાની આથ્રોસ્કોપીને પણ રજૂ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ એક પરિવર્તનકારી કાર્યક્રમ બની રહ્યો હતો, જ્યાં સહયોગ અને જોડાણને વેગ આપવા સાથે ભવિષ્યને યોગ્ય આકાર આપી શકાશે.”
ધ બેલ્વેડિયર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં ગુરુકુળ એજ્યુકેશનલ ચેરિટીબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પહેલા અમદાવાદ આર્થ્રોસ્કોપી કોન્ફરન્સમાં અનેક વિષયોને આવરવા સત્રનો સમાવેશ કરાયો હતો. તેમાં એન્ટેરિયર ક્રુસિયેટ લિગામેટ (ACL) રિકન્સ્ટ્રક્શન, મેનિસ્કુસ, પોસ્ટેરિયર ક્રુસિયેટ લિગામેટ (પીસીએલ), કફ તથા ખભાની ઈજા, બેન્કર્ટ રિપેટ, કાર્ટીલેજ, ક્ની સ્ટીફનેસ, પેટેલોફેમોરલ, અને ઈરેપેબલ કફનો સમાવેશ થચો હતો. બે દિવસ માટેની અમદાવાદ આર્થ્રોસ્કોપી કોન્ફરન્સનો ઉદ્દેશ માહિતીનું આદાન-પ્રદાન કરવું અને નવીનિકરણને વધુ સુવિધાજનક બનાવવાના ક્ષેત્રોમાં આગળ વધવાનો હતો.