ગોલ્ડન ગ્લોબ પછી ફિલ્મ RRR બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ બની

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR દુનિયાભરમાં પોતાના નામનો ડંકો વગાડી રહી છે. RRR ફિલ્મે ફરી એક વાર ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતનું નામ રોશન કરી દીધું છે. ગોલ્ડન ગ્લોબ જીત્યા પછી રાજમૌલીની ફિલ્મ ‘RRR’ ને બેસ્ટ ફોરેન લેગ્વેંજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ જીત્યો છે. ક્રિટિક્સ ચોઇસ એવોર્ડના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલ પર આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. ટિ્‌વટમાં લખ્યુ છે કે RRR ફિલ્મના કાસ્ટ એન્ડ ક્રૂને અભિનંદન પાઠવ્યા છે.

ફિલ્મએ બેસ્ટ ફોરેન લેગ્વેંજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ એમના નામે કરી દીધો છે. આ કેટેગરીમાં એસએસ રાજમૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ એ ઓલ ક્વાઇટ ઓન ઘ વેસ્ટર્ન ફ્રન્ટ, અર્જેટિના ૧૯૮૫, બાર્ડો, ફોલ્સ ક્રોનિકલ ઓફ એ હેન્ડફુલ ઓફ ટુથ્સ, ક્લોઝ અને ડિસીઝન ટૂ લીવ, જેવી ફિલ્મોને ટક્કર આપી છે. આ બધી જ ફિલ્મોને પછાડતા આરઆરઆર ફિલ્મે ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિર્ટિસ ચોઇસ એવોર્ડ એના નામે કરી લીધો છે.

ક્રિટિક્સ ચોઇસ એવોર્ડના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલ પર એસએસ રાજમૌલીનો એક વિડીયો પણ શેર કર્યો છે. આ વિડીયોમાં હાથમાં એ ટ્રોફી લઇને જોવા મળી રહ્યા છે. એમના ફેસ પર જીતની ખુશી સ્પષ્ટ દેખાઇ રહી છે. ‘આરઆરઆર’ ફિલ્મ ભારતીય સિનેમા માટે ખાસ બની રહી છે. આ પહેલા લોસ એન્જલસમાં આયોજીત ૮૦માં ગોલ્ડન એવોડ્‌સમાં એસ.એસ.રાજમૌલીની ફિલ્મ RRR એ ઇતિહાસ રચ્યો હતો. RRRના ગીત ‘નાતુ-નાતુ’ના બેસ્ટ ઓરિજનલ સોન્ગનો એવોર્ડ જીત્યો.

જો કે આ સમાચાર મળતા જ ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા હતા અને ત્યાં RRR એ બેસ્ટ ફોરેન લેગ્વેંજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ જીતીને નવું નામ રોશન કરી લીધુ છે. ફિલ્મની સફળતાથી ખુશ રાજમૌલીએ એમના ટિ્‌વટર એકાઉન્ટ પર એક ખાસ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં એ ફેમસ ડાયરેક્ટર જેમ્સ કેમરોનની સાથે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. જેમ્સે આ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે. જેમ્સના વખાણથી આલિયાએ એની સ્ટોરીમાં જેમ્સને ધન્યવાદ કહ્યું છે. આલિયાએ લખ્યુ છે કે..’ઉફ્ફ..વોટ અ બ્યૂટીફૂલ મોર્નિંગ. જેમ્સ કેમરોન એડમાયર આરઆરઆ..લવ યૂ સર’

Share This Article