સાઈબેજ સોફ્ટવેરની સીએસઆર પાંખ સાઈબેજઆશા દ્વારા અમદાવાદના પાલડીમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયા સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઈબેજઆશાએ સેન્ટર દ્વારા દત્તક લીધેલા દર્દીઓની મુલાકાત લીધી હતી, જેમાં તેમની સાથે સમય વિતાવવામાં આવ્યો હતો અને તેમને માટે અમુક હળવી પળો નિર્માણ કરવામાં આવી હતી.
આ પ્રયાસો પર પોતાના વિચારો વ્યક્ત કરતાં સાઈબેજ સોફ્ટવેરના ડાયરેક્ટર અને સાઈબેજઆશાના મેનેજિંગ ટ્રસ્ટી રિતુ નાથાણીએ જણાવ્યું હતું કે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જેવી એનજીઓ સાથે હાથ મેળવી શકાયો તે બદલ વિશેષાધિકારની લાગણી થાય છે. સાઈબેજઆશા આસાનીથી તકો મળતી નથી તેવા લોકોને ટેકો આપવા માટે એકધાર્યા પ્રયાસ કરે છે અને તે અમને આરોગ્ય સંભાળ આસાનીથી પહોંચમાં નથી તેવા દર્દીઓને હાથ આપવા પ્રેરિત કરે છે.
સામાજિક કલ્યાણ પહેલના ભાગપરૂપે સાઈબેજઆશા દ્વારા દર 6 મહિને સાઈબેજિયનોમાં રક્તદાન શિબિર હાથ ધરવામાં આવી છે. તેની નવી ઝુંબેશમાં ધર્માદા પાંખે દર્દીઓનું જીવન બચાવવા માટે 490 પિંટ્સ લોહીનું યોગદાન આપ્યું હતું. અમુક અન્ય સામાજિક કલ્યાણ પહેલોમાં વૃદ્ધાશ્રમો અને અનાથાલયોની મુલાકાત, સરકાર સંચાલિત સ્કૂલોનું નવીનીકરણ, ઓછી આવકની સ્કૂલોમાં પરિપૂર્ણ વિકાસ માટે સત્રો હાથ ધરવા વગેરેનો સમાવેશ થતો હતો.