ઈંગ્લીશ બેટ્‌સમેન જાેની બેરસ્ટોની આઈપીએલ કારકિર્દીમાં આ સૌથી ઝડપી અર્ધસદી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શુક્રવારે પંજાબ કિંગ્સના બેટ્‌સમેન જાેની બેરસ્ટોનો જલવો જાેવા મળ્યો. બેરસ્ટોને રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરના બોલરોની ધોલાઈ કરતાં ધોળા દિવસે તારા બતાવ્યા હતા.

બેરસ્ટોએ સિઝનમાં પહેલીવાર શાનદાર બેટિંગ કરતાં માત્ર ૨૧ બોલમાં ૬ સિક્સ અને ત્રણ ચોક્કાની મદદથી ૫૦ રન ફટકારી દીધા. ઈંગ્લીશ બેટ્‌સમેન જાેની બેરસ્ટોની આઈપીએલ કારકિર્દીમાં આ સૌથી ઝડપી અર્ધસદી છે.

જાેની બેરસ્ટોએ પોતાની ઈનિંગ્સ દરમિયાન ૨૯ બોલમાં ૬૬ રન બનાવ્યા. જેમાં તેણે સાત સિક્સ અને ચાર ફોર લગાવી. બેરસ્ટોએ પોતાની તોફાની બેટિંગ દરમિયાન શિખર ધવનની સાથે ૫ ઓવરમાં ૬૦ રનની ઓપનિંગ ભાગીદારી કરી.

ધવને પણ મેક્સવેલના બોલ પર બોલ્ડ થતાં પહેલાં ૨૧ રનનું યોગદાન આપ્યું. પંજાબ કિંગ્સે પાવર પ્લેમાં એક વિકેટ ગુમાવીને કુલ ૮૩ રન બનાવ્યા. જેમાં ૫૯ રન તો બેરસ્ટોના બેટમાંથી નીકળ્યા હતા. પાવર પ્લેમાં કોઈ બેટ્‌સમેનનો આ પાંચમો સૌથી મોટો સ્કોર હતો.

આઈપીએલ ૨૦૨૨ની હરાજીમાં જાેની બેરસ્ટોને પંજાબ કિંગ્સે ૬.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બેરસ્ટો આઈપીએલની છેલ્લી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. જાેની બેરસ્ટોએ અત્યાર સુધી કુલ ૩૭ આઈપીએલ મેચમાં ૩૭.૫૮ની એવરેજથી ૧૨૪૦ રન બનાવ્યા છે.

જેમાં એક સદી અને ૯ અર્ધસદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૧૧૪ રન રહ્યો.

Share This Article