ઉત્તર ગુજરાતમાં છેલ્લા વીસેક દિવસ ઉપરાંત થી વરસાદ ખેંચાયો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાવાને લઈ હવે ખેડૂતોને મુશ્કેલી ના દિવસો શરૂ થયા છે. વાદળો અવારનાર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ વરસાદ નહીં વરસવાને લઈ હવે ખેતરમાં હરીયાળો ઉભો પાક હવે મુરઝાવા ની સ્થિતિએ પહોંચવા ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે. વરસાદ ખેંચાવાને લઈ ઉત્તર ગુજરાતના ખેડૂતોની ચિંતા હવે વધી ચૂકી છે. છેલ્લા વીસ થી પચ્ચીસ દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસતો નથી. જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન ત્યાં પણ વરસાદ વરસ્યો ત્યારે માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા. પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી. જિલ્લામાં હાલમાં વરસાદની સ્થિતિ મુશ્કેલ જોવા મળી રહી છે. વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. એક તરફ રાજ્યના અન્ય હિસ્સાઓમાં વરસાદ સારો વરસ્યો છે, ત્યાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ખેંચ ખેડૂતો અનુભવી રહ્યા છે.
ખેતરમાં તૈયાર પાક લહેરાઈ રહ્યો છે અને હવે તે પાક પણ મુરઝાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. મોડાસા વિસ્તારના ખેડૂત નગીનભાઈ પટેલ કહે છે, ખેતરમાં તૈયાર પાક છે, પરંતુ હવે મુરઝાવા સ્થિતિ પર પહોંચ્યો છે. વરસાદ છેલ્લા વીસ થી પચ્ચીસ દિવસથી ખેંચાવાને લઈ પાકમાં સિંચાઈની સમસ્યા સર્જાઈ છે. ચોમાસુ પાક નું વાવેતર ઉત્તર ગુજરાતમાં સારુ થયુ છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ સારા પ્રમાણમાં પાકનું વાવેતર થયુ છે. મગફળી, સોયાબીન, કપાસ, મકાઈ, સહિતના પાકોને ખેતી મોટા પ્રમાણમાં થઈ છે. જેમાં ખાસ કરીને ચોમાસુ મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. આ દરમિયાન વરસાદ ખેંચાવાને લઈ ખેડુતોને ચિંતા સર્જાઈ છે.
બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક મહત્વના જળાશયમાં નહીવત પાણીની આવક થઈ છે. જેમ કે હિંમતનગરના ગુહાઈ, હાથમતી, શામળાજીના મેશ્વો, મોડાસાના માઝમ ડેમ સહિતના જળાશયોમાં પાણીની આવક નોંધપાત્ર થઈ શકી નથી. આમ આગામી ઉનાળામાં પણ સિંચાઈને લઈ સમસ્યા સર્જાશે. વિસ્તારમાં વરસાદ વરસે તો જળાશયો અને ડેમમાં પણ પાણીની આવક થાય તો શિયાળુ અને ઉનાળુ ખેતી ને સારો લાભ થઈ શકે. મોડાસાના ખેડૂત મગનભાઈ પટેલ કહે છે. વરસાદ ખેંચાવાને લઈ પાક મુરઝાવાની ભીતી સર્જાઈ છે. તો બીજી તરફ મેશ્વો સહિતના ડેમમાં પાણીની ખાસ આવક થઈ શકી નથી. આમ નર્મદાના પાણી વડે ડેમ ભરવામાં આવે એવી માંગ છે. હવે આગામી સપ્તાહમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોની સ્થિતિ કફોડી બને તેવી ભીતિ છે. તો વળી વરસાદ વિના રવિ સિઝન અને ઉનાળો સિઝન પણ બગડવાના ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.