પાંડેસરામાં રહેતી પરિણીતાને તેના કુટુંબી દિયરે વાતોમાં ફસાવી વીડિયો કોલ કરી કપડાં ઉતારાવ્યાં

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સુરત : ભદ્ર સમાજને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં બન્યો છે. એક દિયર અને ભાઈએ મળીને મહિલાની અંગત પળોના વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે. સુરતના પાંડેસરમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. દિયરે ભાભીને વીડિયો કોલ પર કપડાં ઉતારવા કહી બિભત્સ વીડિયો બનાવ્યો છે. ભાભીના ભાઈએ વીડિયો પરિવાર સંબંધીઓને વાયરલ કર્યો છે. દિયર તેની ભાભી સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો. ફોન પર વાત કરતા સ્ક્રીન રેકોટ કરી ભાભીના ભાઈને મોકલ્યો હતો. સગા ભાઈએ બહેનનો વીડિયો સંબંધીઓને વાયરલ કર્યો હતો. બહેને ભાઈ, દિયર વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપી દિયર ધરપકડ કરી છે. પોલીસે ફરિયાદી મહિલાના ભાઈને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. સુરત શહેરના પાંડેસરામાં રહેતી પરિણીતાને તેના કુટુંબી દિયરે વાતોમાં ફસાવી વીડિયો કોલ કરી કપડાં ઉતારાવ્યાં હતાં. બાદ તેનું વિડીયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ વીડિયો રેકોર્ડિંગ પરિણીતાના ભાઈએ મોકલ્યું હતું. ભાઈએ તેને મોકલી બીજા સંબંધીઓને પણ મોકલ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પરિણાતાંને થતા ચોંકી ઉઠી હતી. પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા લઈ તાત્કાલિક વિડીયો રેકોર્ડિંગ કરનાર દિયરની ધરપકડ કરી હતી. પાંડેસરા ખાતે રહેતી ૩૨ વર્ષીય મહિલા પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં પતિ સાથે રહે છે. કુટુંબી દિયર રાજેશ મહિલાના ઘર નજીક રહે છે. તે અવારનવાર મહિલાના ઘરે આવતો હોવાથી બે વર્ષ પહેલાં મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. બાદ બંને વચ્ચે વોટ્‌સએપ ઉપર વાત થતી હતી અને ધીમે ધીમે બંને વિડીયો કોલ કરીને વાત કરતા થયાં હતાં. વાતચીત દરમિયાન રાજેશ તેની કુટુંબી ભાભીને વિડીયો કોલ પર કપડાં ઉતારવા કહેતો હતો. મહિલાએ ના પાડી તો પરિવારમાં બધાને તેની સાથે વાત કરે છે તે કહી દેવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલી મહિલા કપડાં ઉતારી આંતરવસ્ત્રો ઉપર વાત કરતી હતી. ત્યારે આરોપી દિયરે મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધું હતું. આ રેકોર્ડિંગ દિયરે મહિલાના ભાઈને મોકલી આપ્યો હતો. મહિલાનું તેના જ ભાઈ સાથે કોઈ બાતને લઈને તકરાર થઈ હતી. જેથી બને વચ્ચે સારા સારા સંબધ ન હતા. ભાઈને દિયરે વીડિયો મોકલતા ભાઈએ બહેનને બદનામ કરવા આ વીડિયો પરિવાર સહિત સંબંધીઓમાં મોકલી આપ્યો હતો. સમગ્ર મામલે મહિલાએ દિયર અને ભાઈ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી દિયરની ધરપકડ કરી છે. મુંબઈ ખાતે રહેતો ભાઈને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

nude
Share This Article