વિસ્ફોટક સ્થિતિ વચ્ચે પાકનું એફ-૧૬ વિમાન તોડી પડાયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહીરુપે ભારતીય હવાઈ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ સ્થિતિ ખુબ જ વિસ્ફોટક બની ગઈ છે. ભારતના હવાઈ હુમલાથી પરેશાન થયેલા પાકિસ્તાને આજે સવારે ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કર્યા હતા. આજે સવારે પાકિસ્તાનનું એફ-૧૬ વિમાન નૌશેરા સેક્ટરમાં ઘુસી ગયું હતું અને પરત ફરતી વેળા કેટલાક બોંબ પણ ઝીંક્યા હતા. જા કે, આમા કોઇ નુકસાન થયું હોવાની માહિતી મળી નથી.

જો કે, ભારતમાં પાકિસ્તાનના વિમાન ઘુસ્યા બાદ એક વિમાનને હવાઈ દળના વિમાનોએ પીછો કરીને તોડી પાડ્યું હતું. એફ-૧૬ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. ભારતીય હવાઈ દળના જવાબી પગલામાં એફ-૧૬ તુટી પડ્યું હતું અને આ વિમાન પાકિસ્તાની ક્ષેત્ર લામમાં પડ્યું હતું. પાયલોટ અંગે માહિતી મળી શકી નથી. આ પહેલા બે યુદ્ધ વિમાનના ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવાના અહેવાલ આવ્યા હતા અને તેમને ખદેડી મુકવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. નવેસરની કાર્યવાહી મુજબ પાકિસ્તાનનું એફ-૧૬ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું.

ભારતની જવાબી કાર્યવાહીમાં આ વિમાન તોડી પડાયું હતું. પાકિસ્તાનના વિદેશમંત્રી અને સાંસદો દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી ભારત દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદથી જ ધમકી આપવામાં આવી રહી હતી જેથી ભારતીય સેના પહેલાથી જ સજ્જ હતી અને એલર્ટ ઉપર હતી. દિલ્હી, મુંબઈ સહિત દેશભરમાં એલર્ટ વચ્ચે પાકિસ્તાની વિમાનોએ ઘુસણખોરી કરી હતી પરંતુ ભારતીય હવાઈ દળે પાકિસ્તાની વિમાનોને ખદેડી મુક્યા હતા. પાકિસ્તાની એરફોર્સના એફ-૧૬ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું.

જો કે, ભારતીય સેના દ્વારા વિમાનનો પીછો કરાયો ત્યારે કેટલાક બોંબ ઝીંકવામાં આવ્યા હતા. જા કે, આના લીધે કોઇ નુકસાન થયું નથી. પાકિસ્તાની એરફોર્સના બે જેટ ત્રણ કિમી સુધી ભારતીય ક્ષેત્રમાં ઘુસ્યા હતા. ભારતીય એરફોર્સ તરફથી કાર્યવાહી કરાતા પાકના જેટ પરત ફર્યા હતા. પરત જતી વેળા કેટલાક બોંબ ઝીંકાયા હતા. જા કે, આના લીધે કોઇ નુકસાન થયું નથી. પાકિસ્તાની વિમાનમાંથી પાયલોટ પેરાશૂટથી નિકળી ગયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. બીજી બાજુ બેઠકોનો દોર આજે પણ જારી રહ્યો હતો.

Share This Article