BNI Magnus ના ઉદ્યોગસાહસિકો એ સમાજલક્ષી રક્તદાન શિબિર યોજીને આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું.

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

BNI નેટવર્કિંગ જૂથ આજે વિશ્વભરમાં સફળ અને સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગસાહિકો માટે એક મજબૂત નેટવર્કિંગ સમુદાય બનાવવાનું પ્લેટફોર્મ છે અને BNI – Ahmedabad ખાતેના એક ઉત્સાહી અને વાઇબ્રન્ટ ચેપ્ટર એટલે BNI – Magnus દ્વારા તાજેતરમાં એક સમાજલક્ષી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૫૦-૬૦ ઉત્સાહી BNI મેમ્બર્સ અને IT કંપનીના પ્રોફેશનલ્સ એ ભાગ લીધા હતા.

BNI magnus 4

અમદાવાદ ખાતે સ્થિત iFour Technolab માં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કંપનીના ડિરેક્ટર ભરત પરમારે જણાવ્યું હતું કે રક્ત એ અમારું જીવન છે અને આ રક્તદાન પ્રોગ્રામથી અને સમાજ ને મદદ કરવા ઇચ્છીયે છીએ જેથી જરૂરિયાતમંદ લોકો ને અમે સહાય આપી શકીયે અને હું BNI – Magnus ના દરેક સભ્યો જેવા કે મહેક સંઘવી, અમારા કોચ જયમીન ભાઈ અને અત્યારે અમારું એક સેવાકીય સ્પર્ધા ચાલે છે એમના અમારા ટિમ ના Owner સુમિત પંડ્યાને આમાં જોડાવા બદલ અભિવાદન પાઠવું છું.”

BNI – Magnus ના જુના સભ્ય અને ટિમ TITAN HELIOS STRIKERS ના OWNER શ્રી સુમિત પંડ્યા એ જણાવ્યું હતું કે, “BNI Magnus એ પોતાના સભ્યો માટે એક અદભુત લીગ નું આયોજન કર્યું છે અને મારા ટિમ માં ૧૧ ઉત્સાહી ખેલાડીઓ છે. અમે આ રક્ત કેમ્પ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ ને પણ મદદ કરીશું. ભરત ભાઈ નું સરસ આયોજન માટે અને અમારા કોચ જયમીન ભાઈ નું માર્ગદર્શન માટે ખુબ ખુબ આભાર.” iFour Technolab એક મલ્ટી નેશનલ સંસ્થા છે અને એમના ઘણા IT પ્રોફેશનલ્સ એ પણ આ અભિયાનમાં ભાગ લીધા હતા.

Share This Article