સમર વેકેશનમાં અમદાવાદમાં યોજાયું “એલીવેટ ફ્લી માર્કેટ”, મન ભરીને લોકોએ કરી ખરીદી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અત્યારે સમર સમર વેકેશન ચાલી રહ્યું છે આ ઉપરાંત કોરોના બાદ માર્કેટ પણ ધમાકેદાર ખૂલી ગયું છે. લોકોમાં ફરીથી નવો જોમ અને જુસ્સો આવી ગયો છે. ખરીદીના શોખીન ગુજરાતીઓને એક જ પ્લેટફોર્મ પરથી એક સાથે અનેક ચીજ વસ્તુઓની ખરીદીનો મોકો મળી રહે તે હેતુસર “એલીવેટ  ફ્લી માર્કેટ”નું આયોજન ત્રણ દિવસ માટે જયશ્રી બ્રહ્મભટ્ટ દ્વારા કરાયું હતું. સાઉથ બોપલ વિસ્ટેરીયા ફૂડ કોર્ટ ખાતે આયોજિત પ્રદર્શનની અંદર વિવિધ પ્રકારના શોપિંગ સ્ટોલની સાથે ફિટનેસ પાર્ટી, લાઈવ મ્યુઝિક અને હાઉઝી રમાડવામાં આવી હતી જેથી ખરીદીની સાથે મજા પણ લોકોએ માણી હતી અને લિજ્જતદાર ફૂડ પણ ખરું.

આ ઉપરાતં દેશ વિદેશમાં મળતી અવનવી ચીજ વસ્તુઓ કે જે આપણને અન્ય રાજ્યો કે અન્ય શહેરમાં મળે છે તે આસાનીથી અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ક્લોથ્સ, એસેસરીઝ, ફૂટવેર, કુર્તી, જ્વેલરી, સારી, અવનવી ડિઝાઈન સાથેના વેસ્ટર્ન વેર સહીતની એક સાથે અનેક પ્રકારની ચીજ વસ્તુઓ સ્ટોલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઘણા સમયથી આ પ્રકારના એક્ઝિબિશન કોરોનાના કારણે બંધ હોવાથી તેનો લ્હાવો શહેરીજનોને હવે મળ્યો હતો. શોપિંગની સાથે પરીવારજનો તેમજ બાળકો સાથે આવતા લોકો માટે અવનવા આકર્ષણો અને તેમને ગમતી પ્રવૃતિઓનું આયોજન થયું હતું. મહિલાઓ માટે ઝુમ્બાનું આયોજન પણ કરાયું હતું. હાઉઝી રમાડવામાં આવી હતી ત્યાર બાદ વિજેતાને કેસ પ્રાઈઝ પણ આપવામાં આવ્યા હતા. લાઈવ મ્યુઝિક અંકિત મેવાડાએ આપ્યું હતું.

Share This Article