જાણકાર નિષ્ણાંતોનુ કહેવુ છે કે મેલેરિયાની સારવારમાં સામાન્ય રીતે આર્ટિમિજિનિન નામની દવા આપવામાં આવે છે. પરંતુ હાલમાં એવુ જાણવા મળ્યુ છે કે આ દવાની અસરકારકતા હવે દિનપ્રતિદિન ઘટી રહી છે. મેલેરિયાના પૈરાસાઇટ પર તેની અસર હવે પહેલા જેવી થઇ રહી નથી. આના કારણે દેશના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં તેના ઉપયોગ પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નિષ્ણાંત તબીબોનુ કહેવુ છે કે સમગ્ર દેશમાં આની અસરની તપાસ થઇ રહી છે. તેન તપાસ કરવામાં આવે તે જરૂરી છે. મેલેરિયાના કાયમી સફાયા માટે દવાની ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે.
જાણકાર લોકો કહે છે કે જ્યા પણ આ દવાની અસરકારકતા ઓછી થઇ રહી છે ત્યાં અન્ય દવાનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. મેલેરિયાથી બચવા માટે શુ કરવુ જોઇએ તે અંગે જ્યારે સામાન્ય લોકો પુછે છે ત્યારે તેનો જવાબ એ છે કે બ્લડ ટેસ્ટ તરત કરાવવા જોઇએ. તબીબોની સલાહ મુજબ જ દવા લેવી જોઇએ. દવાનો પૂર્ણ ડોઝ લેવામાં આવે તે જરૂરી છે. અધુરા ડોઝની સ્થિતીમાં ફરી મેલેરિયાનો ખતરો રહે છે.
આની સારવાર બિલકુલ શક્ય છે જેથી આરામ ન આવવાની સ્થિતીમાં તબીબોને મળી સારવાર લેવી જોઇએ. મેલેરિયાના લક્ષણની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે એક દિવસ છોડીને તાવ આવે છે. દર્દીને ઠંડી લાગે છે. બિમારીના બીજા કેટલાક લક્ષણ પણ છે. પરસેવાની સાથે તાવ ઘટે છે. નબળાઇનો અનુભવ થાય છે. એક બે અથવા તો ત્રણ દિવસ તાવ આવે છે.