તમે હવે ઘેર બેઠા પોતાના અંગુઠાનો ઉપયોગ કરીને ઇસીજી પોતે જ કરી શકશો અને મોબાઇલ પર રિપોર્ટ પણ હાંસલ કરી શકાશે. હાર્ટના દર્દીઓ માટે આ ડિવાઇસ કોઇ વરદાનથી ઓછા તરીકે રહેશે નહીં. કારણ કે મોટા ભાગના લોકોને હાર્ટની બિમારીની માહિતી જ મળતી નથી. જ્યાં સુધી હોસ્પિટલમાં પહોંચે છે ત્યાં સુધી ખુબ લેટ થઇ જાય છે. અલબત્ત હવે છાતીમાં દુખાવો થવાની સ્થિતીમાં પોતે જ ચેક અપ કરી શકશો. આ ડિવાઇસ ભારતમાં તૈયાર કરવામાં આવ્યા બાદ તેને ક્લિનિકલી રીતે મંજુરી પણ મળી ગઇ છે. તાલકટોરા મેદાનમાં હાલમાં યોજાયેલા પરફેક્ટ હેલ્થ મેળામાં સૌથી વધારે ભીડ આ જ કાઉન્ટર પર જાવા મળી હતી. આ ખાસ પ્રકારના ડિવાઇસને નોઇડાના રાહુલ રસ્તોગી દ્વારા તૈયાર કરવામાં સફળતા હાંસલ કરવામાં આવી છે.
થોડાક વર્ષો પહેલા તેના પિતાને છાતીમાં દુખાવો થયો હતો. પહેલા તેઓ સમજી શક્યા ન હતા. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યુ કે હાર્ટમાં બ્લોકેજ છે. મોટા ભાગના લોકો સમયસર હોસ્પિટલમાં પહોંચી શકતા નથી. રાહુલે ત્યારબાદ નિર્ણય કર્યો હતો કે એક એક મશીન બનાવશે જેના કારણે ઘેર બેઠા લોકો તેમના લોકોના હાર્ટ યોગ્ય રીતે છે કે કેમ તેની ચકાસણી કરી શકશે. બેંગલોરની હોસ્પિટલમાં આ ડિવાઇસના ટ્રાયલ કરવામાં આવી ચુક્યા છે. જે ૯૦ ટકાથી વધારે યોગ્ય સાબિત થયા છે. આ ડિવાઇસ મોબાઇલ એપથી કનેક્ટેડ છે. એક નાના બોક્સની જેમ બનેલા આડિવાઇસ પર બે પોઇન્ટ છે.
જેના પર બંને અંગુઠાથી દબાવવાની જરૂર હોય છે. ત્યારબાદ એક અંગુઠાથી તે પોઇન્ટને સ્પર્શ કરીને ડિવાઇસના આગળના હિસ્સાને છાતીમાં છથી સાત જગ્યા સ્પર્શ કરાવવામાં આવે છે. ટચની સાથે ડિવાઇસ હાર્ટ રેટ મોબાઇલ પર દર્શાવે છે. થોડીક મિનિટોમાં સમગ્ર ઇસીજી રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવે છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કહે છે કે આ ભારતીય ડિવાઇસ છે અને આજની જરૂરિયાત મુજબ છે. તેની કિંમત છ હજાર રૂપિયા છે. તેમનુ કહેવુ છે કે હાર્ટની તકલીફમાં કેટલીક મિનિટોનુ મહત્વ હોય છે. જા બિમારીની માહિતી મળી જાય છે તો દવા ઉપલબ્ધ છે. બિમારીને કન્ટ્રોલ કરવાની બાબત સરળ બની જાય છે. આ ડિવાઇસ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.