પૃથ્વીના સરેરાશ તાપમાનને વધતા રોકવા માટે દુનિયાના દેશો હાલમાં તમામ પ્રયાસ પોતાના સ્તર પર કરી રહ્યા છે પરંતુ તેમાં સફળતા મળી રહી હતી. હવે યુએનના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનના કારણે સૌથી વધારે અને મોટી સમસ્યા સર્જાઇ રહી છે. રિપોર્ટમાં કેટલાક પગલા લેવા માટે પણ કહેવામાં આવ્યુ છે. વૈજ્ઞાનિક ચેતવણી અને રાજકીય કટિબદ્ધતા છતાં વર્ષ ૨૦૧૮માં વૈશ્વિક સ્તર પર ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન પર બ્રેક મુકવામાં કોઇ વધારે સફળતા મળી ન હતી. સંયુક્ત રાષ્ટ્રના હવે નવા અ હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૧ સુધી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ૩.૨ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. જળવાયુ પરિવર્તનના માટે આ ભયાનક સ્થિતી ને સમજી લેવા માટે પેરિસ સમજુતીને લાગુ કરવા માટે લેવામાં આવેલા પગલાને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. પેરિસ સમજુતીને અમલી કરવા માટે વિશ્વના દેશો આગળ આવ્યા હતા. પેરિસ સમજુતી અમલી કરવામાં આવી હોવા છતાં કેટલાક ભયાનક પરિણામ સપાટી પર આવ્યા છે. સ્પેનમાં બીજી ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી જળવાયુ પરિવર્તન બેઠકમાં તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે. આ બેઠક શરૂ થાય તે પહેલા જારી કરવામાં આવેલા અહેવાલમાં કહેવામા આવ્યુ છે કે છેલ્લા દશકથી જીએચજી ઉત્સર્જનમાં ૧.૫ ટકાનો વધારો થઇ ચુક્યો છે. કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ ગૈસીય ઉત્સર્જન ૫૫.૩ ગીગાટનના સર્વકાલીન આંકડા જારી કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના એમિશન ગેસ રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે તમામ દેશોને વર્તમાન સ્થિતી ને પહોંચી વળવા માટે સામુહિક પ્રયાસ કરવાની જરૂર દેખાઇ રહી છે.
રિપોર્ટમા કહેવામા આવ્યુ છે કે વર્ષ ૨૦૨૦થી લઇને ૨૦૩૦ સુધી જીએચજી ઉત્સર્જન દર વર્ષે ૭.૬ ટકા ઘટે તો પ્રતિ વર્ષે તાપમાનમાં માત્ર ૧.૫ ડિગ્રીના સરેરાશ વધારાની સ્થિતી ને હાંસલ કરી શકાય છે. નિષ્ણાંત લોકો અને જાણકાર વ્યક્તિ પણ માને છે કે વિકસિત દેશો ઉત્સર્જનની જવાબદારી અદા કરે તે જરૂરી છે. ઉત્સર્જનમાં દર વર્ષે સાત ટકાનો ઘટાડો કરી શકાય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના નિર્દેશક અને અધિકારી ઇન્ગર એન્ડરસન દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. પેરિસજ સમજુતી મુજબ ભારત સહિત ચીન, મેક્સિકો, રશિયા, તુર્કી, યુરોપિયન યુનિયનને ઉત્સર્જનમાં ઉલ્લેખનીય ઘટાડો કરવાની જરૂર દેખાઇ રહી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, જાપાન, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા તેમજ અમેરિકાને ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે વધારે પ્રયાસો કરવાની જરૂર છે. ભારતની વાત કરવામાં આવે તો વર્ષ ૧૯૦૧થી ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૦.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થયો છે.
જો કે વર્લ્ડ બેંકના કહેવા મુજબ આ સદીના અંતમા સરેરાશ તાપમાન ૨૫.૧ થી ૨૯.૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વિશ્વના દેશો હાલમાં પૃથ્વીના તાપમાનને વધવાથી રોકવા માટે વિવિધ પગલા લઇ રહ્યા છે. આવી સ્થિતી માં હજુ પણ વધારે નક્કર પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. વધતા જતા તાપમાનના કારણે અન્ય અનેક પ્રકારની સમસ્યા સર્જાઇ રહી છે. જળવાયુ પરિવર્તનની સ્થિતી એક પછી એક સમસ્યા લાવી રહી છે. જેના કારણે અનેક જગ્યાએ વધારે પડતા વરસાદ, ભારે હિમવર્ષા, પુર અને દુકાળની સ્થિતી જોવા મળી રહી છે. વરસાદનો ગાળો આ વખતે લાંબો ખેંચાયા બાદ તેની પણ અસર જોવા મળી રહી છે. જળવાયુ પરિવર્તનને લઇને જો વહેલી તકે પગલા લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધારે મોટી આફતોનો સામનો કરવાની ફરજ પડી શકે છે.
ભારતની વાત કરવામાં આવે તો પૃથ્વીના વધતા તાપમાનને રોકવા માટે ભારત દ્વારા પણ વૈશ્વિક સ્તરે અસર થાય તે રીતે પગલા લેવામાં આવી રહ્યા છે. જો કે તેની અસર દેખાઇ રહી નથી. વિકસિત દેશોની અયોગ્ય નીતિના કારણે સમસ્યા વધારે ગંભીર બની રહી છે. ખાસ કરીને અમેરિકા સહિતના દેશોની નીતિ આના માટે જવાબદાર દેખાઇ રહી છે. વિકસિત દેશોને વિકાસશીલ દેશોની તુલનામાં વધારે ઝડપી પગલા લેવાની જરૂરિયાત દેખાઇ રહી છે. આના માટે તમામ દેશોએ મજબુત ઇચ્છાશક્તિ સાથે આગળ આવવાની જરૂર રહેલી છે. વધતા તાપમાનને રોકવા માટે હાલના સમયમાં જે પગલા લેવામાં આવી રહ્યા છે તે પુરતા પ્રમાણમાં સાબિત થઇ
તમામ દેશોને વર્તમાન સ્થિતી ને પહોંચી વળવા માટે સામુહિક પ્રયાસો કરવાની જરૂર પડશે વર્ષ ૨૦૨૧ સુધી તાપમાન વધી શકે છે