ભારતીય ટેલિવિઝન પર વર્તમાન ડાન્સ શોથી અલગ અજોડ સ્વરૂપ, ડાન્સ દીવાને ભારતની 3 પેઢીઓને ડાન્સ માટેની પોતાની ઘેલછા/દીવાનીનું પ્રદર્શન કરવા એક કોમન પ્લેટફોર્મ પ્રસ્તુત કરે છે.
આવો જ એક મામલો ચીંધી શકાય તેમ છે ડાન્સિંગ અંકલ, સંજીવ શ્રીવાસ્તવ જે પુરવાર કરે છે કે વાત જયારે ડાન્સની આવે છે તો વયનો કોઇ બાધ હોતો નથી. ‘આપ કે આ જાને સે’ પર એમનું પરફોર્મન્સ વાયરલ બની ગયું અને લાખો દર્શકોની પ્રશંસા પામ્યું છે. સંજીવે દાવો કર્યો હતો કે એમનું શમણું પોતાના આદર્શ, ગોવિન્દા સાથે મંચ પર આવવાનું હતું. શોના આવી રહેલ એપિસોડ માટે ડાન્સ માટે ભારતના સુપરસ્ટાર–ગોવિન્દા અને સંજીવને આમંત્રિત કરી કલર્સે આ શમણું સાચું કરવાનું કર્યું છે.
ડાન્સિંગ અંકલ, સંજીવ કહે છે કે, “શું ગોવિન્દાનો ભારે પ્રશંસક છું અને ગોવિન્દા સાથે એક જ મંચ પર ડાન્સ કરવા શકય બનવાનું મારું શમણું છે. વીડિયોમાં મેં ડાન્સ માટેની મારી ઘેલછા દર્શાવેલ હોવાથી, ડાન્સ દીવાનેએ આટલા મોટા પાયે મારા એ શમણાંને પૂર્ણ કરવાના આશીર્વાદ આપ્યાં છે. હું ખૂબ જ ઉત્તેજીત અને મને ટેકો કરવા બદલ કલર્સનો આભારી છું.”
માધુરી દિક્ષિત, શશાંક ખૈતાન અને તુષાર કાલિયા દ્વારા જજ કરવામાં આવનાર– ‘ડાન્સ દીવાને’ 3 વય જૂથો, એટલે કે બાળકો, યુવાનો અને વયસ્કોના ભાગ લેવાનું સાક્ષી બનશે. તમામ પ્રતિસ્પર્ધીઓ પોતાની વર્ગાવલીઓમાં સ્પર્ધા કરશે અને, દરેક વર્ગાવલીમાંથી એક એમ ત્રણ ફાઇનાલિસ્ટસ, ભારતના છેવટના ડાન્સ દીવાનાનું બિરૂદ પામવા સ્પર્ધા કરશે.