કૂતરાએ માલકીન પર હુમલો કર્યો અને મહિલાનું થયું મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પીટબુલ કૂતરાએ કરેલા હુમલામાં ૮૨ વર્ષીય મહિલાના મોતની ઘટનામાં તેનાં પુત્રએ ઘણા રહસ્યો ખોલ્યા. મૃતક મહિલાના પુત્ર અમિતે જણાવ્યું કે, પીટબુલ આક્રમક બિલકુલ નથી. તે હંમેશા તેની માતા સાથે રમતો. અમિતે જણાવ્યું કે ક્યારેક તે ડોરબેલ વાગવાથી ચિડાઈ જતો, જેના કારણે તે ઘણીવાર ગુસ્સે થતો હતો. કદાચ હુમલાનું કારણ આ હોઈ શકે છે. અમિતે કહ્યું કે મારી પાસે કૂતરાનું લાઇસન્સ અને તેનું રસીકરણ થયું છે.

ખાવા-પીવાની સંપૂર્ણ વ્યવસ્થા હતી, તેની દરેક રીતે કાળજી રાખવામાં આવતી, પરંતુ અચાનક આ ઘટના કેવી રીતે બની, કંઈ ખબર નથી. અમિતે કહ્યું કે, આ તેના માટે એક મોટો અકસ્માત છે. હું પણ નથી સમજી શકતો આવું કેમ થયું. તેણે કહ્યું કે મારી સાથે ૩ વર્ષથી બે કૂતરા છે. પીટબુલ, લેબ્રા. બંને તેની માતા સાથે રમતા. બીજી તરફ આ ઘટના બાદ સામાન્ય લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી, પિટબુલ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. પીટબુલનું લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ મંગળવારે પીટબુલ ઘરમાં ખુલ્લો રમી રહ્યો હતો.

અમિતે સવારે ૫ વાગ્યે જોયું કે પિટબુલ તેની માતા સુશીલાને કરડ્યો છે. પિટબુલે તેની માતાના પેટ અને ચહેરા પર ખરાબ રીતે દાંત માર્યા હતા, ગંભીર રીતે ઘવાતા તેનું મૃત્યુ થયું હતું. લખનૌના કેસરબાગ વિસ્તારના બંગાળી ટોલામાં ૮૨ વર્ષની વૃદ્ધ મહિલા પર તેના પાલતુ પીટબુલ કૂતરા બ્રાઉનીએ હુમલો કર્યો હતો. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા. ઘટના બાદ કૂતરાના માલિક અમિતે કહ્યું કે હું મારા કામે ગયો હતો. જ્યારે મને આ ઘટનાની જાણ થઈ ત્યારે હું તરત જ ઘરે આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં એ ઘટના બની ચૂકી હતી. તેની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પાલિકાનું વાહન પીટબુલને લઇ ગયું છે.

Share This Article