ગોધરામાં ડોકટરે દવાખાના સાથે સાથે પાણીપુરીની દુકાન ખોલી નાંખી
મહેન્દ્રસિંહ ડોક્ટર હોવા સાથે સાથે એક સારા કુક પણ છે
પંચમહાલ : સામાન્ય રીતે ડોક્ટરને આપણે દર્દીઓને દવા ગોળી કે ઇન્જેક્શન આપતા તો જાેયા જ હશે. પરંતુ આજે અમે આપને એક એવા ડોક્ટરથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ, જે પોતે દવા ગોળીની સાથે સાથે પાણી પુરી આપતા નજરે પડે છે. આ ડોક્ટર હાલ સમગ્ર ગોધરામાં પોપ્યુલર બન્યા છે. ગોધરામાં રહેતા મહેન્દ્રસિંહ નોખી માટીના માનવી છે. ડોક્ટરનું સ્થાન સમાજમાં પ્રતિષ્ઠિત ગણાય છે અને લોકો તેમને ભગવાન બાદનો દરજ્જાે આપે છે. ડો.મહેન્દ્રસિંહ પોતે ગોધરાથી ૩૦ કિમિ દૂર આવેલા મોરવા હડફ ખાતે છેલ્લા ૧૭ વર્ષોથી પોતાનું હોમીઓપેથી ક્લિનિક ચલાવી રહ્યા છે. ડોક્ટર તરીકે તો પોતે સફળ છે જ અને સારી આવક પણ મેળવી જ રહ્યા છે. પરંતુ કહ્યું છે ને કે શોખ બડી ચીજ હૈ બાબુ! બસ આવુ જ કંઈક ડૉ.મહેન્દ્રસિંહને થયું. પોતાના મેક એન્ડ સર્વના શોખને તેમણે લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. તેઓ પોતે ડોક્ટર હોવા સાથે સાથે એક સારા કુક પણ છે. ડો.મહેન્દ્રસિંહે લોકોને આરોગ્યપ્રદ અને સ્વચ્છ ખાણીપીણીની વસ્તુઓ મળી રહે તે હેતુથી કંઈક કરવાનો નિર્ધાર કર્યો હતો. એ જ વખતે પોતે પરિવાર સાથે બજારમાં જતા લોકોને બિન આરોગ્યપ્રદ નાસ્તાઓ આરોગતા જાેતા તેમને ઘણું દુઃખ થતું હતું. આ દરમિયાન તેઓ પાસે આવતા દર્દી ઓને કેટલીક કોમન તકલીફ અને ફરિયાદો હતી, જે અયોગ્ય અને બીન આરોગ્યપ્રદ ખાણીપીણીને લઈને થતી હતી. બીજી તરફ, ડો.મહેન્દ્રસિંહને પોતાને પાણી પુરી ખાવાનો ભારે શોખ પણ હતો. આ તમામ પરિબળો ભેગા થતા આખરે પોતે જ જાહેર જનતાને આરોગ્યપ્રદ પાણી પુરી ખવડાવવાનો નિર્ધાર કર્યો. તેથી ગોધરા નજીક આવેલા પરવડી બાયપાસ ઉપર ડોક્ટર્સ ટી સ્પોટ એન્ડ પાણીપુરી સ્ટોલની શરૂઆત કરી. અહીં પાણીપુરી અને ચાની આ દુકાન ખાતે જે બોર્ડ લગાડવામાં આવ્યું છે જે અહીંથી પસાર થતા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ બોર્ડને જાેઈને જ લોકો અહીં પાણીપુરી ખાવા આવતા હોય છે, જે કાયમી ગ્રાહક બની જાય છે. સામાન્ય રીતે તબીબના બોર્ડમાં ડીગ્રી જાેવા મળતી હોય છે, ત્યારે અહીં ચા અને પાણીપુરીનું લખાણ જાેવા મળતાં સૌ અચૂક મુલાકાત લેતાં હોય છે. ગોધરાવાસીઓ ડૉ.મહેન્દ્ર ભાઈ દ્વારા બનાવી પીરસવામાં આવતી ચા અને પાણીપુરીનો સ્વાદ માણી રહ્યા છે. પોતાના આ શોખ વિશે ડો મહેન્દ્રસિંહ જણાવે છે કે, આ વ્યવસાય શરૂ કરવા પાછળનો આશય નાણાં કમાઈ લેવાનો નથી. પરંતુ પોતાના સમયનો સદુપયોગ કરી હોમિયોપેથિક સારવાર અંગેની જાગૃતિ લાવવાનો છે. જાેકે હાલ તો તબીબ દ્વારા બનાવવામાં આવતી ચા અને પાણીપુરીની શુધ્ધતા અને સ્વાદને લઈ અહીં થી પસાર થતા સૌ લઈ રહ્યા છે.
Here are ten key points highlighting Jay Patel’s contributions to IFFI, his role as a producer, and his engagement with influential films
Special Screening at the 50th IFFI: Jay Patel’s film, I’m Gonna Tell God Everything, was featured in a special screening...
Read more