અમદાવાદ : કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઘાટલોડિયા ખાતે ‘ધ દિવાલી મેલા’ની ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફના સભ્યોએ એક સાથે મોજ-મસ્તી અને તહેવારના જીવંત માહોલની મજા માણી હતી. શાળાના પરિસરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કપડાં, ઘરેણા, ખાદ્યપદાર્થો સહિતિની વસ્તુઓની વિવિધ શ્રેણીના 16થી વધુ સ્ટોલ ઉપલબ્ધ હતા. ખાસ યાલી સ્ટોરમાં યાલી મર્ચેન્ડાઇઝનું વેચાણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને સ્ટોલ તૈયાર કરવામાં ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. શાળામાં શિક્ષકો અને વાલીઓ વચ્ચે મજબૂત બંધન સાથે સમૂદાય સાથેના સહયોગી પ્રયાસથી ઉષ્માભર્યું અને આવકારદાયક વાતાવરણ સર્જ્યું હતું.
કાર્યક્રમમાં ઉત્સાહ વધારવા માટે દર અડધા કલાકે લકી ડ્રો વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો આશય વાલીઓનાં સંભવિત જીતની આતુરતા સાથે ઉત્સાહની ભાવના જાળવી રાખવાનો હતો. સાથે મળીને આનંદ અને ઉત્સાહ સાથેની આ ઉજવળી સાચા અર્થમાં દિવાળીના સારને પ્રતિબિંબિત કરે છે.
કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ખાતે યોજાયેલ ‘ધ દિવાલી મેલા’ ભાગ લેનાર તમામ માટે આનંદ અને ઉજવણીની અવિસ્મરણીય ક્ષણ સાથે એક યાદગાર અનુભવ બની ગયો.