પગારને લઇને ભારે અંતર અયોગ્ય

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

તાજેતરમાં નેશનલ સ્ટોક એક્સચેંજમાં સામેલ કરવામાં આવેલી કેટલીક મોટી કંપનીઓ તરફથી હાલમાં  વાર્ષિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં સાફ થાય છે કે આ કંપનીઓના પ્રમુખ, જેમ કે ચીફ એક્ઝીયુટિવ ઓફિસર, મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન જેવા ઉચ્ચ અધિકારીઓના વેતન અને ત્યાના અન્ય કર્મચારીઓના વેતનમાં ભારે અંતર જાવા મળે છે. કર્મચારીઓ અને ટોચના અધિકારીઓ વચ્ચે વેતનમાં ભારે અંતર કેટલીક જટિલ સમસ્યા પણ સર્જે છે. આના કારણે કામ પર સીધી અસર થાય છે. વેતનમાં ભારે અંતરનુ ચિંતાજનક ચિત્ર ટોપની નવી કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઉચ્ચ મેનેજમેન્ટ વર્ગના વેતન છેલ્લા કેટલાક વર્ષોમાં છલાંગ લગાવીને વધ્યા છે. કેટલીક કંપનીઓમાં તો સામાન્ય કર્મચારીઓની તુલનામાં સીઇઓના પગાર પેકેજ ૧૨૦૦ ગણો વધારે છે. એવા દોરમાં જ્યારે કોર્પોરેટ હસ્તીઓ પોતાના ધરમાં વધુને વધુ નાણાં લઇને જઇને અમીર લોકોની યાદીમાં સામેલ થવા જઇ રહ્યા છે. બીજી બાજુ કોર્પોરેટ કંપનીઓના બાકી કર્મચારીઓના વેતનમાં વધારો સંતોષજનક રીતે કરવામાં આવી રહ્યો નથી. કંપનીઓના નફાની તુલનામાં કર્મચારીઓના પગારમાં કોઇ વધારો થઇ રહ્યો નથી. મધ્યમ અને નીચલા વર્ગના લોકોના પગારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ધીમી ગતિએ વધારો થઇ રહ્યો છે. અલબત્ત કોને કેટલો વધારો મળ્યો છે તે બાબત કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે.

કોને કેટલો પગાર ચુકી દેવામાં આવે અને પગારમાં કોને કેટલો વધારો આપવામાં આવે તેને લઇને કોઇ નિયમ અથવા તો કંપનીઓ પર કોઇ પણ પ્રકારના દબાણ હોતા નથી. પરંતુ સેબીએ નિયમો કેટલાક બનાવ્યા છે. સેબીના નિયમો હેઠળ એનઆઇએમાં સામેલ કરવામાં આવેલી કંપનીઓને દર વર્ષે આપવામાં આવેલા પગારના મામલે ખુલાસો કરવાની ફરજ પડે છે. રોકાણકારોને કંપનીના પગાર માળખાના સંબંધમાં માહિતી મળી શકે તે માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.  હાલમાં  એનએસઇમાં નોંધાયેલા કંપનીઓના નફામાં સરેરાશ ૪.૫૫ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે કંપનીઓના સીઇઓના વેતનમાં સરેરાશ ૩૧.૦૨ ટકા સુધીનો વધારો થયો છે. વેતનના મામલામાં ઓટો કંપનીઓના પ્રમુખ સૌથી આગળ રહ્યા છે. જાવામાં આવે તો દેશની અગ્રણી કંપનીઓના સીઇઓના વર્તમાન વેતનમાં સરેરાશ તેમને પહેલા આપવામાં આવતા સરેરાશ પગારની તુલનામાં પગાર હવે બે ગણા થઇ ગયા છે.

ચોંકાવનારી બાબત તો એ છે કે કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓ સમાન ક્ષેત્રના કામ કરનાર ભારતીય કંપનીઓની તુલનામાં પોતાના સીઇઓને આશરે ૫૦ ટકા ઓચા વેતન આપતી નજરે પડી રહી છે. સરકારી ક્ષેત્રમાં પણ સરકારના મુખ્ય સચિવ અને તૃતિય શ્રેણીના કર્મચારીઓના વેતનમાં ખાનગી ક્ષેત્રની જેમ કેટલાક પ્રકારની વિષમતાઓ રહેલી છે. આવી સ્થિતીમાં દેશમાં વધતી વેતનની વિષમતા ચિંતા ઉપજાવે તે સ્વાભાવિક છે. આર્થિક અસમાનતાના કારણે સામાન્ય કર્મચારીઓ અને સામાન્ય વ્યકિતના ઓચા વેતન રહે છે. ઓછી આવકના કારણે જ સામાન્ય વ્યÂક્ત લાભની ખુશીથી વંચિત રહે છે. અસમાનતા દુર કરવામાં આવે તો કર્મચારીઓના દેખાવમાં પણ ચોક્કસપણે સુધારો થશે. કંપનીની અપેક્ષા મુજબ કર્મચારીઓ કામ કરી શકશે. પગારમાં કર્મચારીઓ વચ્ચે વ્યાપક અંતર હોવાની સ્થિતીમાં કર્મચારીઓ વચ્ચે પણ કેટલાક મામલામાં ખેંચતાણ વધી શકે છે. કેટલાક કેસોમાં તો એક સમાન કામ હોવા છતાં કર્મચારીઓના પગારમાં અંતર રહે છે. આ બાબત ખુબ પરેશાન કરનાર તરીકે હોય છે. સારો દેખાવ કરતી કંપનીઓ કર્મચારીઓ અને અન્ય સ્ટાફ વચ્ચેના વ્યાપક અંતરના કારણે ખેંચતાણ ન વધે તે માટે યોગ્ય દિશામાં આગળ વધવાની જરૂર હોય છે. કંપનીઓને સાવધાની રાખવાની પણ જરૂર હોય છે. પગારમાં વધારે અંતર પણ અસંતોષ સર્જે છે.

Share This Article