લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને પણ તમામ વર્ગના લોકોમાં કેટલાક અંશે નારાજગી વધી છે અને અસંતોષ પણ છે. આના માટે વિવિધ કારણ છે. મોદી સરકાર દ્વારા જનકલ્યાણ માટે ચોક્કસપણે અનેક ઉપયોગી નિર્ણય કરવામાં આવ્યા છે છતાં લોકોમાં નારાજગી છે. આના માટે કોઇ એક કારણ નથી. અનેક કારણ જવાબદાર છે. કેટલાક સાહસી પગલાની પણ અસર સામાન્ય લોકો પર થઇ છે. જેમાં નોટબંધી, જીએસટીનો પણ સમાવેશ થાય છે. કેટલાક કોર્ટ નિર્ણયની પણ સામાન્ય લોકો પર અસર થઇ છે. જેમાં રામ મંદિરને લઇને સુપ્રીમ કોર્ટમાં વારંવાર સુનાવણી ટળી જવાની બાબત પણ સામેલ છે. મોંઘવારી અને બેરોજગારી પણ નારાજગી માટેના કારણોમાં સામેલ છે.
કોર્ટ દ્વારા હાલમાં આપવામાં આવેલા ચુકાદાની સામે ભારત બંધ દરમિયાન વ્યાપક હિંસા દેશના જુદા જુદા ભાગોમાં ફેલાઇ ગઇ હતી. આ હિંસામાં ૧૨થી વધુના મોત થઇ ગયા હતા. સેંકેડો લોકો ઘાયલ થયા હતા. ભારત બંધના કારણે કરોડો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાખો લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ ગયા હતા. ભારત બંધ દરમિયાન થયેલી હિંસાની પાછળ કદાચ દલિત સમુદાયની નારાજગી પણ રહી હતી. સ્વતંત્રતાના ૭૦ વર્ષથી વધારેનો સમય થઇ ગયો છે છતાં આજે પણ દલિતો અને પછાત જાતિના લોકો તમામ પ્રકારની સુવિધાથી વંચિત રહ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આની સામે ભારત બંધ કરવામાં આવ્યા બાદ કમનસીબ રીતે હિંસા ભડકી ઉઠી હતી. આની નોંધ લઇને કેન્દ્ર સરકારે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ સાથે સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશની સામે સમીક્ષા અરજી દાખલ કરી હતી. જા કે સુપ્રીમ કોર્ટે આ અરજી પર તરત સુનાવણીની જરૂરિયાત અનુભવ કરી ન હતી. જાણકાર લોકો કહે છે કે સરકારે તેમની અસુરક્ષાને ધ્યાનમાં લઇને ત્યારે જ તેમની સાથે વાતચીત શરૂ કરી હોત તો કદાચ ભારત બંધ રાખવાની સ્થિતી ન સર્જાઇ હોત. હકીકતમાં મોદી સરકાર અને સમાજના વંચિત અને દલિત વર્ગ વચ્ચે હાલના સમયમાં એક અવિશ્વાસની ભાવના જાગી ગઇ છે. દલિતોના સવાલ પર સત્તારૂઢ પાર્ટી અને તેમના સાથી પક્ષોના વલણથી પણ Âસ્થતી વધારે બગડી ગઇ છે.સૌથી પહેલા રોહિત વેમુલા પ્રકરણમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવનો મામલો ઉઠ્યો હતો. જેના કારણે દેશમાં નારાજગી ફેલાઇ હતી.
સરકારને પણ કેટલાક ખુલાસા કરવા પડ્યા હતા. આ મુદ્દા પર કેટલાક કેન્દ્રિય પ્રધાનો અને શિક્ષણ સંસ્થાઓના ટોપના અધિકારીઓનુ વલણ નબળા વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભુતિ દર્શાવવાના બદલે તેમને બોધપાઠ ભણાવવા માટેનુ રહ્યુ હતુ. ત્યારબાદ ગાયની હત્યા કરવા અને તેની તસ્કરી કરવાના આરોપ મુકીને દલિતોને માર મારવાનો મામલો શરૂ થયો હતો. જે ગુજરાતમાં તમામ હદ વટાવી જતા દેશમાં આની અસર અને ગુંજ જાવા મળી હતી. આ વિષય પર દલિત સમુદાયના લોકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે સત્તારૂઢ પાર્ટીનુ વલણ આદર્શ રહ્યુ ન હતુ. આવી રીતે દેશભરમાં દલિતોની વચ્ચે એવો સંદેશો પહોંચી ગયો હતો કે વર્તમાન મોદી સરકારને તેમના હિતોમાં કોઇ રસ નથી. તેની કોઇ ચિંતા પણ નથી. એટલુ જ નહીં બલ્કે એવી ધારણા પણ બની કે સરકાર દલિતો પર અત્યાચાર કરનાર તત્વોને સંરક્ષણ પણ આપી રહી છે. આવા માહોલમાં એસસી અને એસટી એક્ટ પર અમલીકરણને લઇને જે રૂપરેખા નક્કી કરવામાં આવી હતી તેના કારણે દલિત સમુદાયમાં નારાજગી ફરી એકવાર ભડકી ઉઠી હતી. હકીકતમાં આ કાનુનને દલિત અને આદિવાસી વર્ગ પોતાની એક તાકાત તરીકે નિહાળતુ આવ્યુ છે. જે તેને લાંબા સંઘર્ષ બાદ તાકાત મળી હતી. આમાં દશકોથી ચાલતા તેમના શોષણ પર રોકની વાત પણ હતી. આનો ઉપયોગ ભલે ખુબ નહીંવત પ્રમાણમાં હતો પરંતુ તેની જોગવાઇની ઉપÂસ્થતી તેમના માટે એક છત્ર તરીકે કામ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે દુરુપયોગની શંકામાં આને બિન અસરકારક બનાવી દેતા તેની સામે નારાજગી જાવા મળી હતી.
સુપ્રીમ કોર્ટ હવે ફેરવિચારણા અરજી પર કેવુ વલણ અપનાવે છે તે બાબત ઉપયોગી રહેશે. જા કે હાલમાં તો જરૂરી છે કે કેન્દ્ર સરકાર દલિતો અને આદિવાસી સમુદાયના લોકોમાં આત્મવિશ્વાસ જગાવે. સાથે સાથે એવી ખાતરી પણ આપે કે પોલીસ અને દબંગ લોકોના હાથે તેમને કોઇ પણ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડશે નહી. તેમના અધિકારોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. વિશ્વાસ ફરી એકવાર કાયમ થાય તે જરૂરી બાબત છે.