ખંભાળિયામાં ૧૨૦ વર્ષ જૂનો જર્જરિત કેનેડી પુલ બંધ કરાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૫ દિવસ ભારે રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ભારે વરસાદના પગલે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૧૨૦ વર્ષ જૂનો પુલ બંધ કરાયો છે. રાજાશાહી વખતના કેનેડી પુલ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. આ પુલ જર્જરિત થતા તેના પરથી પસાર થવા પર પ્રતિબંધ મુકાયો છે. ભારે વાહનો અને રાહદારીઓ માટે બ્રિજને સંપૂર્ણપણે બંધ કરાયો છે. કલેકટરે આ અંગે જાહેરનામું બહાર પાડી પુલના વિકલ્પ તરીકે અન્ય રસ્તાનો ઉપયોગ કરવા સૂચના આપી છે. આગામી દિવસમાં કોઈ દુર્ઘટના ન બને તે હેતુથી આ ર્નિણય લેવાયો છે. તો રાજ્યમાં આવતીકાલે આણંદ,ભાવનગર અને અમરેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Share This Article