રેપો અને રિવર્સ રેપોરેટમાં કોઇ ઘટાડો નહીં કરવાનો અંતે નિર્ણય

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની પાંચમી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓને ચોંકાવી દઇને તેમજ તેમના અંદાજને ખોટા સાબિત કરીને આરબીઆઈએ આ વખતે નીતિ સમીક્ષામાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ની તેની પોલીસી સમીક્ષાની બેઠકમાં ચાવીરૂપ દરોને યથાવત રાખવામાં આવ્યા છે. ત્રણ દિવસીય આ બેઠક મંગળવારના દિવસે એટલે કે ત્રીજી ડિસેમ્બરના દિવસે શરૂ થઇ હતી. તેની ઓક્ટોબર બેઠકમાં આરબીઆઇએ વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી દીધો હતો. આજે કોઇ ઘટાડો ન કરાતા દર હાલમાં યથાવત રહ્યા છે. તમામ અર્થ શાસ્ત્રી માની રહ્યા હતા કે રેટમાં આર્થિક સુસ્તી વચ્ચે ઘટાડો કરવામાં આવશે પરંતુ આરબીઆઇ દ્વારા કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. એમપીસીના તમામ સભ્યોએ સર્વસંમતિ સાથે રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ (એફવાય ૨૦) માટે જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને ૬.૧ ટકાથી પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે. તમામ ૩૨ અર્થશાસ્ત્રીઓ દ્વારા અગાઉ રેટમાં કાપ મુકાશે તેવો અંદાજ મુક્યો હતો. આજે કોઇ ફેરફાર કરવામાં ન આવતા રેપો રેટ  ૫.૧૫ ટકાના દરે યથાવત રહ્યો છે.

આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૪.૯ ટકાના દરે યથાવત રહ્યો છે. છ સભ્યોની કમિટી દ્વારા નાણાંકીય વર્ષ માટે જીડીપી ટાર્ગેટ સુધારીને અગાઉના ૬.૧ ટકાની  સરખામણીમાં પાચ ટકા કર્યો છે. તમામ અર્થશાસ્ત્રીઓ પહેલાથી જ કાપની અપેક્ષા રાખી રહ્યા હતા. જો કે આરબીઆઇએ તમામની ગણતરી ખોટી પાડી દીધી છે. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા સતત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે આ સિલસિલા પર હવે બ્રેક મુકાઇ છે. અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે.

બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. મોનિટરી પોલીસી કમિટીની બેઠક ચોથી ઓક્ટોબરના દિવસે તેની બેઠકના પરિણામ જાહેર કરનાર છે આર્થિક વિકાસનો દર છ વર્ષની નીચી સપાટી પર પહોંચી ગયા બાદ હાલત કફોડી બનેલી છે. આર્થિક મંદીની સ્થિતિમાં સરકાર દ્વારા માર્કેટમાં તેજી લાવવા માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સ્થિર ફુગાવાના રેટ વચ્ચે આર્થિક વિકાસ દર નીચી સપાટી પર પહોંચ્યો છે. ઓગષ્ટ મહિનામાં એમપીસી દ્વારા પોલીસી રેટમાં ૩૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે ઓગષ્ટ મહિનામાં નાણાંકીય વર્ષની તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ ૫.૭૫ ટકાથી ઘટીને ૫.૪૦ ટકા થઇ ગયો હતો.

આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાથી ઘટીને હવે ૫.૧૫ ટકા થઇ ગયો હતો. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રેપો રેટ સપ્ટેમ્બર ૨૦૧૦ બાદ સૌથી નીચી સપાટી પર હતો. આરબીઆઇ આ વર્ષે પહેલાથી જ રેપો રેટમાં ત્રણ વખત ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ વધુ એક વખત રેટમાં કાપ મુક્યો હતો. આ વર્ષે રિઝર્વ બેંકે પોલિસી રેટમાં ૧૩૫ પોઇન્ટ સુધીનો ઘટાડો કરી દીધો હતો. રિપરચેઝ રેટ હાલમાં ૫.૧૫ ટકા છે. આગામી ૧૨ મહિનામાં તે ઘટીને ૫ ટકા રહી શકે છે. માર્ચના અંત સુધી તે ઘટીને ૫.૭૫ ટકા થઇ શકે છે. આગામી મહિનાઓમાં હાલ મંદી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. આરબીઆઇએ આ વખતે તમામને ચોંકાવી દીધા છે.

Share This Article