મોરબીની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મોતની સંખ્યા ૧૩૨થી વધારે, ભાજપ સાંસદના ૧૨ સંબંધીઓના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૨થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર બનેલી આ હચમચાવી નાખતી ઘટનામાં ભાજપ સાંસદ મોહન કુંડારિયાના ૧૨ સંબંધીઓના મોત પણ થયા છે. તો વલી મૃત્યાંક ઝડપથી વધી રહ્યો છે. ઘટનાસ્થળે થલસેના, વાયુસેના, નૌસેના અને NDRFની ટીમો રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. ભાજપના સાંસદ મોહનભાઈએ કહ્યું કે, આ દુર્ઘટનામાં મારી બહેનના જેઠ એટલે કે, મારા બનેવીના ભાઈની ૪ દિકરીઓ, ૩ જમાઈ અને ૫ બાળકો ખોઈ દીધા છે. જે અત્યંત દુઃખદ છે.

રાજકોટના સાંસદ મોહનભાઈએ કહ્યું કે આ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. હું કાલ સાંજનો અહીં જ છું. ૧૦૦ થી વધારે લોકોની બોડી મળી ચુકી છે. પુલ ખોલવાની પરમિશન ન લેવા મામલા પર તેમણે કહ્યું કે, અહીં કોઈ અધિકારી હાજર નથી. જેમની ભૂલ હશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોઈને પણ છોડવામાં આવશે નહીં. મોહન ભાઈ કુંડારિયાએ કહ્યું કે, આ દુર્ઘટનાની સચ્ચાઈ ૧૦૦ ટકા સામે આવશે, કારણ કે આ દુર્ઘટના પર પીએમ મોદી પણ સતત નજર રાખી રહ્યા છે. આખી રાત ફોન પર તેઓ જાણકારી લેતા રહ્યા છે. મોરબી પુલ દુર્ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધમાં IPC કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરીને આ માહિતી આપી છે. આ ફરિયાદ જે કંપની આ બ્રિજની સંભાળ લેતી હતી તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. આમાં બિનઈરાદે હત્યા, લાપરવાહી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબી માટે રવિવારનો દિવસ ખૂબ જ ગોઝારો રહ્યો. અહીં અંગ્રેજો વખતનો ઝૂલતો પુલ તૂટવાને કારણે ૧૩૦થી વધારે લોકોનાં મોત થયા છે. સાંજના સમયે બ્રિજ પર વધારે પ્રમાણમાં લોકો એકઠા થઈ ગયા હોવાથી બ્રિજ તૂટી ગયો હતો. પુલ તૂટતા અનેક લોકો નદીના પાણીમાં પટકાયા હતા. સોમવારે સવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સોમવાર સવાર સુધી મળેલી માહિતી પ્રમાણે દુર્ઘટનામાં ૧૩૨ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત અધિકારિક આંકડા પ્રમાણે સવાર સુધી બે લોકો લાપતા હતા. હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે ઝૂલતો બ્રિજ તૂટ્યો ત્યારે પુલ ઉપર ૨૧૦ લોકો હાજર હતા.

Share This Article