સુરતમાં લવ મેરેજ કરનાર પરિણીતાનું મોત, પરિવારજનો દ્વારા સાસરિયાઓ પર આક્ષેપ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પોલીસે પરિવારજનોની ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી
સુરત : પ્રેમલગ્ન કરનારી યુવતીનું મોત થતા પરિવારના ગંભીર આક્ષેપ કર્યા છે. માનસિક તણાવને કારણે દીકરીનું મોત થયું હોવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. પ્રેમલગ્ન કર્યા બાદ પતિ દીકરીને માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસ પણ સક્રિય બની છે. પરિણીતાના પરિવારજનોએ મહિલાને સાસરિયાઓ દહેજ ન આપતા મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. દહેજ ન આપવાને કારણે પતિએ ગર્ભપાત કરાવ્યાનો પણ પરિજનોનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. માનસિક ત્રાસના કારણે દીકરી તણાવમાં રહેતી હોવાનો પરિજનોનો દાવો કર્યો હતો.

Share This Article