એક દિવસ એવો આવશે જ્યારે ભારત કાન્સમાં નહીં, કાન્સ હિન્દુસ્તાનમાં હશે : દિપીકા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દેશની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી મેમ્બર તરીકે સામેલ થઈ છે. આ વર્ષે ખાસ વાત છે કે ભારતને કાન્સમાં કન્ટ્રી ઓફ ઓનર બનાવવામાં આવ્યું છે. બુધવારે કાન્સમાં ભારતીય પેવેલિયનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

આ તકે દીપિકા પાદુકોણે કહ્યું કે, એક એવો દિવસ જરૂર આવશે, જ્યારે ભારત કાન્સ નહીં આવે, પરંતુ કાન્સ ભારતમાં હશે. અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું, ‘હું ખુબ ગર્વ અનુભવી રહી છું કે આ વર્ષે કાન્સનું ૭૫મું વર્ષ છે અને ભારત પણ૭૫ વર્ષનું થઈ ગયું છે. ભારત સ્પોટલાઇટ દેશ બનશે અને હું જ્યૂરીનો ભાગ બનીશ તે વિશે મેં ક્યારેય વિચાર્યું નહોતું. ૧૫ વર્ષ પહેલા હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી તો મને નથી લાગતું કે કોઈને મારા પર, મારી ટેલેન્ટ પર અને મારા ક્રાફ્ટ પર વિશ્વાસ હતો.

૧૫ વર્ષ બાદ અહીં જ્યૂરોનો ભાગ બનવું અને દુનિયાના સૌથી સારા સિનેમાનો અનુભવ કરવો.. આ એક શાનદાર સફર રહી છે. તે માટે હું આભારી છું.’ અભિનેત્રીએ કહ્યુંજ મને તે વાત પર વિશ્વાસ છે કે ભારત મહાનતાના શિખર પર છે. આ માત્ર શરૂઆત છે. રેહમાન સર (એઆર રેહમાન) અને શેખર સર (શેખર કપૂર) જેવા લોકો છે જેણે ભારતને વૈશ્વિક સ્તર પર ઓળખ અપાવી. તમારા લોકોને કારણે આ શક્યુ થયું છે કે આજે અમારા જેવા લોકો અહીં આવી શક્યા છે.

એક દેશ તરીકે આપણે હજુ આગળ જવાનું છે. આ દરમિયાન દીપિકાની સાથે સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, જાણીતા સંગીતકાર એઆર રેહમાન અને શેખર કપૂર પણ બેઠા હતા. દીપિકાએ આ તકે કહ્યું કે કાન્સમાં દેશની આગેવાની કરવા પર ગર્વ થઈ રહ્યો છે. તેણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે એક એવો દિવસ જરૂર આવશે જ્યારે ભારત કાન્સમાં નહીં કાન્સ ભારતમાં હશે.

Share This Article