ડાન્સ કરતી યુવતીઓ અચાનક ધરતીની અંદર ગઈ, આ ઘટનાની વીડીયો થયો વાઈરલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અનેકવાર ડાન્સ કાર્યક્રમોમાં આપણે જોયું છે કે લોકો એક બીજાના હાથ પકડીને કે ખભેથી ખભો મિલાવીને ડાન્સ કરતા હોય છે. હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે કેટલીક યુવતીઓ એક સાથે ડાન્સ કરી રહી હતી,તેમણે એક બીજાના ખભે હાથ રાખ્યા હતા. અચાનક કઈક એવું થયું કે બધી યુવતીઓ ધરતીમાં સમાઈ ગઈ. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ આ ઘટના બ્રાઝિલના એક શહેરની છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે તે મુજબ લગભગ સાત જેટલી યુવતીઓ ખુશખુશાલ હતી. આ તમામ યુવતીઓ રસ્તા પર ઉછળી ઉછળીને ડાન્સ કરી રહી હતી. એવું જોઈ શકાય છે કે તેઓ જ્યાં ડાન્સ કરી રહ્યા છે ત્યાં અચાનક જમીનમાં ખાડો પડી જાય છે અને તેઓ ડાન્સ કરતા કરતા ખાડામાં પડી જાય છે. ત્યારબાદ ત્યાં હડકંપ મચી ગયો. બધી યુવતીઓને એક પછી એક એમ બહાર કાઢવામાં આવી. અસલમાં જ્યાં આ યુવતીઓ ડાન્સ કરી રહી હતી ત્યાં પહેલેથી એક  ખાડો હતો અને તેની ઉપર લિંટર પડ્યું હતું. ઢાંકેલું હોવાના કારણે ત્યાં ખાડો હતો તે ખબર પડી નહીં. જેવો યુવતીઓએ ડાન્સ શરૂ કર્યો કે તે ધીરે ધીરે ત્યાં પહોંચી ગઈ. ત્યારબાદ કૂદવા લાગી અને લિંટર તેમનું વજન ઉચકી શક્યું નહીં. જેવું તે તૂટ્યું કે ધડામ દઈને બધી યુવતીઓ ખાડામાં પડી. આ અકસ્માત બાદ ખળભળાટ મચી ગયો. રાહતની વાત એ રહી કે કોઈને પણ નુકસાન થયું નહીં. આ તમામ યુવતીઓ એક જન્મદિવસની પાર્ટીમાં ડાન્સ કરી રહી હતી. ખાડામાં પડ્યા બાદ તેમને સામાન્ય ઈજા થઈ અને બધાને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે.

Share This Article