બે હજારની ચણલી નોટને લઈ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને મોટી જાહેરાત કરી છે. કોઈ પણ ગ્રાહક બે હજારની નોટ આપશે તેનો પેટ્રોલ પંપ પર સ્વીકાર કરાશે. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર બે હજારની ચલણી નોટ લેવામાં આવશે. ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશના અરવિંદભાઈ ઠક્કરે કહ્યું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરફ થી ૨૦૦૦ની નોટ માટે જે સુચના જાહેર થઈ છે તે બાબતે અમારા ગુજરાત રાજ્યના તમામ પેટ્રોલ પંપ ડીલરો અમારા ત્યાં કોઇ પણ ગ્રાહકો પેટ્રોલ ,ડીઝલ ,લુબ્રિકેટિંગ ઓઇલ, સીએનજી વગેરે ખરીદવા આવશે અને જો ૨૦૦૦ રૂપિયાની નોટ આપશે તો તે અમે સહર્ષ સ્વીકારીશું. તેમજ સરકારી કાયદાનું અમે પાલન કરીશું અને અમારા ગ્રાહકોને કોઈ તકલીફ પડવા નહીં દઈએ.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more