જમ્મુ કાશ્મીરમાંથી આખરે કલમ ૩૭૦ની નાબુદી થઇ ગઇ છે. આમાં મોદી પ્રધાનમંડળની ટીમના ખાસ સભ્યો ઉપરાંત તમામ ટોપના અધિકારીઓ અને આર્મી ઓફિસર, રો ઓફિસર, રો પ્રમુખ સામંત ગોયલ, આબી પ્રમુખ અરવિન્દ કુમાર કેન્દ્રિય ગૃહ સંચિવ રાજીવ ગાબા, લેફ્ટીનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોન, મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણય્મ તેમજ રાજપાલ સત્યપાલ મલિકની પણ ભૂમિકા હતી. આ તમામે પોત પોતાની રીતે જોરદાર રીતે જે જવાબદારી સોંપવામાં આવી હતી તે અદા કરી હતી. સલાહકાર કે વિજય કુમારની પણ આમાં મોટી ભૂમિકા રહેલી છે.
જો કે વિજય કુમાર એનએસએ અજિત દોભાલના સૌથી નજીકના વિશ્વાસુ પૈકી રહ્યા છે. મોટા ઓપરેશનને સફળ રીતે પાર પાડવામાં તેમની હમેંશા ભૂમિકા રહી છે. વર્ષ ૧૯૯૮થી ૨૦૦૧ વચ્ચે આઇજી બીએશએફ રહીને શ્રીનગરમાં એ વખતે કામ કર્યુ હતુ જ્યારે ત્રાસવાદી ગતિવિધી ચરમસીમા પર હતી. જુન ૨૦૧૮માં સલાહકાર નિમાયા હતા. અનુભવનો ઉપયોગ કરીને કાશ્મીરની નીતિને સમજવામાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી હતી. રણનિતી તૈયાર કરવામાં તેમની ભૂમિકા રહી હતી. આજે પરિણામ મળ્યા છે. વર્ષ ૨૦૦૪માં ચંદન ચોર વિરપ્પને લાંબી રણનિતી બનાવીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં તેમની રણનિતી હતી. ત્યારબાદ તેમની ગણતરી સારા રણનિતીકાર તરીકે થતી હતી. રો પ્રમુખલ સામંત ગોયલની પણ ભૂમિકા રહી છે.
વર્ષ ૧૯૯૦માં પંજાબમાં જ્યારે ત્રાસવાદી પ્રવૃતિ ચરમસીમા પર હતી ત્યારે તેમની ભૂમિકા નિર્ણાયક રહી હતી. આઇબી પ્રમુખ અરવિન્દ કુમારની પણ ભૂમિકા રહેલી છે. ઇન્ટેલિજન્સ બ્યુરો પ્રમુખ આ પહેલા આ જ વિભાગમાં કાશ્મીર ડેસ્ક પર કાર્યરત હતા. તેમને જમ્મુ કાશ્મીરના એક એક વિસ્તારની પુરતી માહિતી રહેલી છે. અરવિન્દ કુમારે તમામ ગુપ્ત માહિતીની આપલે કરી હતી. કેન્દ્રિય ગૃહ સચિન રાજીવ ગાબાની પણ ભૂમિકા ઓછી નથી. લો પ્રોફાઇલ રહીને કેન્દ્રિય સ્તર પર તમામ રણનિતીકારો સાથે સંકલન જાળવી રાખીને કામ કર્યુ હતુ. કાશ્મીરમાં કોઇ પણ પ્રકારની ગતિવિધી પર બ્રેક મુકવા માટે રણનિતી તૈયાર કરી હતી. તમામ રાજ્યોને સમયસર પર સુચના આપીને એલર્ટ રાખ્યા હતા. કઇ જગ્યા પર કઇ રીતે સૈન્ય સુરક્ષા ગોઠવાશે તેની રણનિતી તૈયાર કરી હતી. તમામ રાજ્યોમાં કઇ રીતે ઇમરજન્સીને હાથ ધરવામાં આવશે. તેની તૈયારી કરી હતી.
સરહદ પર ગોળીબાર કરીને ત્રાસવાદીઓના અડ્ડાને પહેલાથી જ ફુંકી મારવામાં લેફ્ટી. જનરલ કેજેએસ ઢિલ્લોન ખુબ સક્રિય રહ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં તેમની ભૂમિકા સૌથી મોટી રહી છે. સરહદ પર જોરદાર ગોળીબાર કરીને પાકિસ્તાની ગતિવિધી પર બ્રેક મુકી દીધી છે. પાકિસ્તાની બેટ ટીમ અને ઘુસણખોરોનો સફાયો કરવામાં તેમની સૌથી નિર્ણાયક ભૂમિકા રહી છે. પાકિસ્તાનને એ વાત ખબર જ પડવા દીધી નથી કે આખરે ચાલી શુ રહ્યુ છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન તો આના શાંતિ મંત્રણા સાથે જોડીને જાઇ રહ્યા હતા. રાજ્યપાલ સત્યપાલ મલિકની પણ ભૂમિકા નાની ન હતી. મલિકે કાશ્મીરમાં સામાન્ય લોકો સાથે સીધો સંપર્ક કર્યો હતો. પંચાયતને મજબુત કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્યની તમામ યોજનાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડી દીધી હતી. જનતાના મનને સમજી લેવાના પ્રયાસ કરવામા આવ્યા હતા.
આ તમામમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને મોદીના સૌથી વિશ્વાસુ અજિત ડોભાલની પણ નિર્ણાયક ભૂમિકા રહી હતી. અમેરિકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પગલા પર બાજ નજર રાખીને યોગ્ય સમય પર કાર્યવાહી કરવા માટેની પણનિતી તૈયાર કરી હતી. નજીકના અધિકારીઓની મદદથી કાશ્મીર અંગે રિપોર્ટ મેળવી રહ્યા હતા. કાર્યવાહી કરતા પહેલા કાશ્મીરમાં પહોંચી જઇને પોતે સ્થિતીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ રણનિતી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ તરત જ કાર્યવાહી શરૂ કરવામા આવી હતી.