આધુનિક ભાગદોડના સમયમાં લોકોમાં કિડનીની તકલીફની સમસ્યા સતત વધી રહી છે. તબીબો પણ કહે છે કે તેમની પાસે કિડનીને લઇને તકલીફ સાથે વધુને વધુ દર્દી પહોંચી રહ્યા છે. કિડની ખરાબ હોવાની સ્થિતીમાં યુરિયા અને ક્રેટનીનનુ સ્તર વધી જાય છે. બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓને કિડનીની ખાસ સાવચેતી રાખવા નિષ્ણાંત તબીબો સલાહ આપે છે. હેલ્થી કિડની અગત્યની બાબત છે. કિડનીને શરીરના મહત્વના હિસ્સા તરીકે ગણવામાં આવે છે. જે કઇ પણ ચીજો અમે આરોગીઓ છીએ તેની પાચન ક્રિયા દરમિયાન જે તત્વ શરીર માટે યોગ્ય રહેતા નથી તે ઝેરતત્વોને યુરિન મારફતે બહાર કાઢવામાં ભૂમિકા અદા કરે છે. જાણકાર નિષ્ણાંત તબીબો કહે છે કે ૦.૯-૪ મિલીગ્રામ સુધી ક્રેટનીનનુ સ્તર રહે તે જરૂરી છે.
સ્વસ્થ કિડની માટે આ લેવલને તબીબો યોગ્ય ગણે છે. ક્રેટનીન સ્તર ૧.૬થી ૧.૭ મિલીગ્રામ હોવાની બાબત કિડની ડેમેજ હોવાના સંકેત આપે છે. ૦૮-૧૦ મિલીગ્રામ ક્રેટનીન લેવલ પર રોગીને ડાયલિસીસ કરાવવાની જરૂર પડે છે. કિડની રોગ માટે મોટા કારણની વાત કરવામાં આવે તો હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ છે. સામાન્ય રીતે બંને કિડની ખરાબ થાય છે પરંતુ કેટલીક વખત એક કિડનીમાં પણ તકલીફ ઉભી થાય છે. જેને સમય પર સારવાર કરાવવામાં આવે તો આરામ આવી શકે છે. કિડની જા થોડાક પણ પ્રમાણમાં ઠીક છે તો તે કામ કરે છે. ક્રોનિક કિડની ડિસીઝમાં વજનથી દ્રષ્ટિથી રોગીને ૦.૮ ગ્રામ પ્રોટીન પ્રતિ કિલોગ્રામ આપવામાં આવે છે. સ્વસ્થ વ્યક્તિને પ્રતિ કિલો એક ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. શરીરમાં ઇલેકટ્રોલાઇટ્સ (સોડિયમ, પોટેશિયમ અને મિનરલ) નુ સંતુલન બનાવવા માટેનુ કામ કિડની કરે છે. કિડનીમાં બે હાર્મોન હોય છે. જે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. જ્યારે એક હાર્મોન બોન બોન મેરોમાં જઇને રેડ બ્લડ સેલ્સ બનાવે છે. જેના કારણે લોહી બને છે.
કિડની કેલ્શિયમ બનાવવા માટેનુ પણ કામ કરે છે. ૬૦ વર્ષની વયમાં જા ક્રેટનીનનુ સ્તર આઠ મિલીગ્રામ છે તો કિડની પાંચ ટકા સુધી જ કામ કરે છે. કિડની સંબંધિત તકલીફ હોવાની સ્થિતીમાં શરીરના જુદા જુદા હિસ્સામાં સોઝા આવી જાય છે. ભુખ ન લાગવી,ઘબરામણ થવી, થાક લાગવી, રા૬ી ગાળામાં બે ત્રણ વખત યુરિન માટે ઉઠવા, થાક અને લોહીની કમી જેવા તેના પ્રમુખ લક્ષણ રહેલા છે. બે પ્રકારની તકલીફ કિડનીની થાય છે. જે પૈકી એક એક્યુટ કિડની ડિસીઝ હોય ચે જેમાં ઝડપથી કિડનીની કાર્યક્ષમતા ઘટી જાય છે. જેના કેટલાક કારણો હોય છે. જેમાં કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શન, ઝાટા ઉલ્ટી, મલેરિયા, વધારે પ્રમાણમાં પેઇન કિલરના ઉપયોગ, બ્લડ પ્રેશર સતત ઘટવાની બાબતનો સમાવેશ થાય છે. સમય પર સારવાર કરવામાં આવે તો આ સમસ્યા સંંપૂર્ણપણે ઠીક થઇ શકે છે. ક્રોનિક કિડની ડિસીઝમાં કિડનીની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી થાય છે. તેમાં બ્લડ યુરિયા, સીરમ ક્રેટનીન વધવા લાગે છે. આના માટે કિડની ફંકશન ટેસ્ટ કરાવી લેવા જાઇએ.
સોનોગ્રાફી ટેસ્ટ પણ કરાવી શકાય છે. કિડનીના દર્દીમાં યુરિન પ્રમાણમાં ઓછુ બને છે. પાણી વધારે પીવાની સ્થિતીમાં શરીરમાં સોઝા આવી જાય છે. જેના કારણે બ્લડ પ્રેશર અનિયમિત થઇ જાય છે. ડાયાલિસીસની જરૂર ક્રોનિક કિડની ડિસીજમાં પડે છે. એડવાન્સ સ્ટેજમાં હોય છે ત્યારે ડાયાલીસીસની જરૂર પડે છે. ડાયાલિસીસથી લોહીમાં રહેલા ઝેરી તત્વોને સાફ કરી દેવામાં આવે છે. જેથી સ્વચ્છ લોહી ફરી શરીરમાં પહોચે છે. ક્રોનિક કિડની ડિસીઝ ગંભીર હોવાની સ્થિતીમાં કિડની પ્રત્યારોપણ કરવામાં આવે છે. ટ્રાન્સપ્લાન્ટ સારા વિકલ્પ તરીકે છે. અન્ય નજીકના લોકો જેમાં ભાઇ બહેન અને અન્યો કિડની દાન કરી શકે છે. પ્રત્યારોપણ બાદ ખુબ સાવધાની જરૂરી રહે છે. ૧૮થી ૬૦ વર્ષની વ્યક્તિ કિડની દાન કરી શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વેજિટેરિયન ડાઈટ કિડની માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. કિડનીના રોગના દર્દીઓને ઘણી તકલીફથી વેજિટેરિયન ડાઈટ બચાવી શકે છે અને મદદરૂપ થઈ શકે છે. વેજિટેરિયન ડાઈટના મામલામાં અગાઉ પણ ઘણા અભ્યાસ થઈ ચૂક્યા છે જે ઘણા યોગ્ય તારણો આપે છે. શરીરમાં ફોસ્ફરસના ટોક્સીક પ્રમાણને ઘટાડવામાં વેજિટેરિયન ડાઈટ ઉપયોગી સાબિત થાય છે. કિડની રોગના દર્દીઓને ફોસ્ફરસના હિસ્સાને મર્યાદિત રાખવાની સલાહ હંમેશા આપવામાં આવે છે. કારણ કે મિનરલના ઊંચા સ્તરથી હાર્ટએટેક થવાનો ખતરો વધી જાય છે. મોતનું સંકટ પણ રહે છે. કિડનીના રોગ સાથે ગ્રસ્ત દર્દીઓ માટે ઓછા ફોસ્ફરસના ડાઈટને જાળવી રાખવાની સલાહ મેડિકલ માર્ગદર્શિકામાં આપવામાં આવી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં ઘણી મહત્વપૂર્ણ વિગતો સપાટી પર આવી છે.
અમેરિકામાં ઇન્ડિયાના યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં જાણકાર નિષ્ણાંત અને આ અભ્યાસ સાથે સંકળાયેલા સેરોન મોઈએ કહ્યું છે કે કિડની સાથે ગ્રસ્ત નવ દર્દીઓમાં ફોસ્ફરસના પ્રમાણ અંગે વેજિટેરિયન અને માંસ આધારિત ડાઈટની અસર પર અભ્યાસને ધ્યાનમાં લઈને તારણો આપવામાં આવ્યા છે. દર્દીઓને એક સપ્તાહ સુધી વેજિટેરિયન અથવા તો માંસ આધારિત ડાઈટ અનુસરવા કહેવામાં આવ્યું હતું.