કોર્ટે મથુરાની વિવાદ મામલે અરજી સ્વીકારી
શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ હવે નીચલી કોર્ટમાં કેસ ચાલશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દેશમાં રામ મંદિરના નિર્માણ અને કોર્ટે જ્જમેન્ટ આપ્યા બાદ હવે દેશના અન્ય ભાગમાં રહેલ મંદિરો જેમાં મસ્જિદો બની ગઈ છે કે પચાવી પાડી છે તેવી અરજીઓ કોર્ટમાં અને સુપ્રિમ કોર્ટમાં થઈ રહી છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ એવા મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ પર મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોટો ર્નિણય લીધો છે. કોર્ટે ટાઈટલ સૂટ પર મંજૂરી આપી છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ જમીન વિવાદ પર કરાયેલી અરજી સુનાવણી માટે સ્વીકારી લેવાઈ છે. હવે નીચલી કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાશે.

Share This Article