નવી દિલ્હી : સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોની બે દિવસીય દેશવ્યાપી હડતાળ આજે બીજા દિવસે જારી રહી હતી. જેથી તમામ જરૂરી સેવા પર પ્રતિકુળ અસર થઇ હતી. દેશના જુદા જુદા ભાગોમાં લોકોને મુશ્કેલી નડી હતી. સરકારના શ્રમ સુધારા અને શ્રમિક વિરોધી નીતિના વિરોધમાં ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા આ હડતાળ કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં બીજા દિવસે જાહેર પરિવહન અને બેકિંગ સેવા પર અસર થઇ હતી. બં દિવસીય ભારત બંધની કેટલાક રાજ્યોમાં માઠી અસર થઇ છે.
જેમા કેરળ અને બંગાળનો સમાવેશ થાય છે. શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે, બેકિંગ, પોસ્ટલ અને પરિવહનની સાથે જોડાયેલા લોકો પણ હડતાળમાં સામેલ થયા છે. બેંક, ટપાલ, પરિવહન દ્વારા રેલી યોજવામાં આવી રહી છે.
કેટલાક રાજ્યોમાં બંધની અઇસર નહીંવત રહી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં રેલવે અને રસ્તા રોકો આંદોલન યોજીને સેવા ખોરવી નાંખવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. હડતાળમાં કોઇ એક મુદ્દા નથી. જુદા જુદા સંગઠનો જુદી જુદી માંગ સાથે હડતાળમાં ઉતર્યા છે. ટ્રેડ યુનિયનો શ્રમને લઇને નવા કાયદા, પગારમાં વધારા, બઢતિની માંગ કરી રહ્યા છે. જ્યારે અન્યો ઉંચા એમએસપીની માંગ કરી રહ્યા છે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે, આશરે ૨૦ કરોડ વર્કરો હડતાળમાં સામેલ થયા છે. ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વર્કર વિરોધી નીતિ અને લોક વિરોધી નીતિના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી છે.
ટેલિકોમ, હેલ્થ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ, ઇલેક્ટ્રીસિટી, બેંકિંગ, ઇન્સ્યોરન્સ, પરિવહન જેવા સેક્ટરો પણ આ હડતાળને ટેકો આપી ચુક્યા છે. જેથી તેમની સાથે જાડાયેલા વર્કરો અને કર્મચારીઓ હડતાળમાં સામેલ થઇ ગયા છે. શ્રમ સુધારાના સંદર્ભમાં શ્રેણીબદ્ધ સૂચન કરવામાં આવી ચુક્યા છે. પરંતુ ચર્ચા દરમિયાન ટ્રેડ યુનિયનોની માંગને ફગાવી દેવામાં આવી હતી. બીજી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પણ અમે હડતાળ ઉપર ગયા હતા. અમે ૯-૧૧ નવેમ્બરના દિવસે પણ મહાપડાવનો કાર્યક્રમ યોજી ચુક્યા છે પરંતુ સરકારે મંત્રણા માટે તૈયારી દર્શાવી નથી.નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં ગ્રુપ ઓફ મિનિસ્ટરે ચર્ચા માટે ક્યારે પણ યુનિયનોને બોલાવ્યા નથી જેથી હડતાળ ઉપર જવા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ રહ્યા નથી. ઓલ ઇન્ડિયા કિસાન સભા, આદિવાસી અદિકાર રાષ્ટ્રીય મંચ, ભૂમિ અધિકાર આંદોલન દ્વારા પર હડતાળમાં સામેલ થવાની પહેલાથી જ જાહેરાત કરી દેવામાં આવી છે.