ઇકો ફ્રેન્ડલી ફટાકડા બનાવવા દેશના વૈજ્ઞાનિકો હવે તૈયાર છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી: પ્રદુષણ ન ફેલાય તે માટેના ફટાકડા બનાવવાની દિશામાં વિજ્ઞાન અને ટેકનોલોજી હવે આગળ વધી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ વૈજ્ઞાનિકોની એક ટીમ આ કામમાં લાગી ગઇ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન વારંવાર કહી ચુક્યા છે કે એવા ફટાકડા બનાવવા માટે નિષ્ણાંતોને કહેવામાં આવી ચુક્યુ છે. વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો ટુંક સમયમાં જ એક એવા ગ્રુપની રચના કરનાર છે જે આ દિશામાં સક્રિય રહીને કામ કરનાર છે. જાણકાર નિષ્ણાંતોએ  કહ્યુ છે કે આ ગ્રુપ સહિત દુનિયાના તમામ એવા કેમિકલ્સ અંગે માહિતી મેળવનાર  છે જેના ઉપયોગને લઇને પ્રદુષણ થશે નહી. એવા ફટાકડા તૈયાર કરવામાં આવનાર છે જેના કારણે પ્રદુષણ પણ ફેલાશે નહી.

આ ગ્રુપમાં કાઉફન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડ્‌સ્ટ્રીયલ રિસર્ચના વૈજ્ઞાનિકો અને લેબમાં કામ કરનાર વૈજ્ઞાનિકોને  તૈયારી કરવા માટે કહેવામાં આવ્યુ છે. એક્શન ગ્રુપ દ્વારા નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં સુપ્રીમ કોર્ટે ફટાકડાના વેચાણ પર દિલ્હી,એનસીઆરમાં વેચાણ પર પ્રતિબંધ મુક્યો હતો અને કહ્યુ હતુ કે આના કારણે પ્રદુષણ ફેલાય છે. આવી સ્થિતીમાં દેશના જુદા જુદા વર્ગ દ્વારા જુદી જુદી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. આવી સ્થિતી વચ્ચે હવે આ ઇકો ફ્રેન્ડલી ફટાકડાના નિર્માણ માટે કહેવામાં આવ્યુ છે. સુપ્રીમે આ સંબંધમાં પોતાના નિર્ણયમાં સુધારો કરવાનો ઇન્કાર કર્યો હતો. સાથે સાથે નિર્ણય સામે વાંધો ઉઠાવનારની ટિકા કરી હતી.

Share This Article