દેશની સૌથી ઝડપથી દોડતી ટ્રેન ૧૮ને લોન્ચ કરી દેવાઇ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવીદિલ્હી : દેશની સૌથી ઝડપી ટ્રેન ગણાતી ટ્રેન-૧૮ને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી. વન્દે ભારત ટ્રેનનુ નામ ટી ૧૮ પણ રાખવામાં આવ્યુ છે. હાલ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલી રહી છે. આ ટ્રેનની ગતિ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. વચ્ચે આ ટ્રેન પ્રયાગરાજ અને કાનપુર ખાતે રોકાશે.  દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એટલે કે ટ્રેન-૧૮ને આજે સવારે લીલીઝંડી આપવામાં આવી હતી.  આ ટ્રેનમાં અનેક નવી સુવિધાઓ છે. અલબત્ત આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. વંદે ભારત એક્સપ્રેસ અથવા તો ટ્રેન-૧૮માં દિલ્હીથી વારાણસી વચ્ચે એસી ચેર કારમાં ભાડુ ૧૮૫૦ રૂપિયા છે. જ્યારે એક્ઝીક્યુટીવ ક્લાસમાં ભાડુ ૩૫૨૦ રૂપિયા છે.

જેમાં કેટરિંગ ચાર્જનો સમાવેશ થાય છે. વિશ્વસનીય સુત્રો દ્વારા આ અંગેની માહિતી આપી છે. વાપસીના ગાળા દરમિયાન ચેરકાર ટિકિટની કિંમત ૧૭૯૫ રૂપિયા છે.  જ્યારે એક્ઝીક્યુટીવ કારના યાત્રીઓને ૩૪૭૦ રૂપિયા છે.. વંદે ભારત એક્સપ્રેસમાં ચેરકારનું ભાડુ શતાબ્દીના ચેરકારની સરખામણીમાં ૧.૫ ગણો છે અને એક્ઝિક્યુટીવ ક્લાસના ભાડા એસી ફર્સ્ટ ક્લાસથી ૧.૪ ગણો વધારે છે. આ સેમી હાઈસ્પીડ ટ્રેનને આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી આપી હતી. ટ્રેનમાં બે બોગી રાખવામાં આવી છે જેમાં એક્ઝિક્યુટીવ ક્લાસ અને ચેરકારનો સમાવેશ થાય છે.

બંને કેટેગરી માટે ભોજનની કિંમત અલગ અલગ રાખવામાં આવી છે.આ માર્ગ ઉપર હજુ સુધી દોડનાર તે સૌથી મોટી ટ્રેન રહેશે. આ યાત્રા ૮ કલાકમાં પૂર્ણ થશે. ધીમે ધીમે ટ્રેન ૧૮ને શતાબ્દીની જગ્યાએ દેશભરમાં શરૂ કરવામાં આવશે. સૌથી પહેલા વારાણસી રુટ ઉપર આ ટ્રેનને દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે.

Share This Article