નવી દિલ્હી : જાન્યુઆરી ૧૯૮૩ અને ડિસેમ્બર ૧૯૯૪ વચ્ચે જન્મ લેનાર લોકોમાંથી આશરે ૫૯ લોકોને આગામી ૧૨ મહિનામાં દેશની આર્થિક સ્થિતિમાં જારદાર સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. રિસર્ચ ફર્મ ડેલોઇટના એક રિપોર્ટમાં આ અંગેની વાત કરવામાં આવી છે. ૨૦૧૯ ડેલોઇટ ગ્લોબલ મિલેનિયમ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ૧૯૯૫થી ૨૦૧૦ વચ્ચેના ગાળામાં જન્મેલા આશરે ૫૭ ટકા જેનઝેડના યુવા લોકો પણ દેશની આર્થિક સ્થિતિમાં વધુ સારો સુધારો થવાના સંકેત જાઇ રહ્યા છે.
ડેલોઇટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યુવા ભારતીયોની વચ્ચે આ આશા તેમની વયના અન્ય દેશોના યુવાનોના નિરાશાજનક દ્રષ્ટિકોણથી બિલકુલ અલગ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક આર્થિક વિસ્તાર અને અર્થ વ્યવસ્થામાં ઉદાસીનતા હોવા છતાં યુવા પેઢી વિશ્વને લઇને આશાવાદી છે. અન્ય દેશોના સમકક્ષ યુવાનોની વિપરિત ભારતીય મિલેનિયમમાં જન્મેલા ભારતીયો વધારે આશાવાદી દેખાઈ રહ્યા છે.
જેનઝેડના વલણ અને આર્થિક રાજકીય વ્યવસ્થાને ધ્યાનમાં લઇને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ૪૨ દેશોના યુવાનોના અભિપ્રાયોને આવરી લઇને સર્વેના તારણો જારી કરવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તર પર આશરે ૨૨ ટકા મિલેનિયમ અને ૧૮ ટકા જેનઝેડ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને લઇને હકારાત્મક રિપોર્ટ આવી રહ્યા છે. રિપોર્ટ ૪૨ દેશોના લાખો લોકોને આવરી લઇને તૈયાર કરવામાં આવ્યો છે જેમાં જેનઝેડ યુવાનોના જુદા જુદા અભિપ્રાયો પણ લેવામાં આવી ચુક્યા છે. બીજા દેશોની સરખામણીમાં ભારતીય યુવાનો વધારે આશાવાદી દેખાઈ રહ્યા છે.