નોકરીની શોધ કરી રહેલા લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સારા સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે આગામી ૧.૫ વર્ષમાં ૧૦ લાખ પદો પર ભરતી કરવાની જાહેરાત કરી છે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગો અને મંત્રાલયોમાં કરવામાં આવશે. કેન્દ્ર સરકારના વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે પ્રધાનમંત્રી મોદીએ મિશન મોડમાં ભરતી અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ ડો. જિતેન્દ્ર સિંહે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં સસંદમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગમાં ૧ માર્ચ ૨૦૨૦ સુધી ૮.૭૨ લાખ પદ ખાલી હતા. હાલ આંકડા વધી ગયો હશે. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બધા વિભાગોમાં કુલ ૪૦ લાખ ૪ હજાર પદ છે જેમાં ૩૧ લાખ ૩૨ હજાર પદો પર વર્તમાનમાં કર્મચારી નિયુક્ત છે. આ રીતે ૮.૭૨ લાખ પદો પર ભરતીની જરૂર છે. કેન્દ્ર સરકારે ૪૦ લાખથી વધારે પદ સ્વીકૃત કર્યા છે પણ કર્મચારીઓની સંખ્યા ૩૨ લાખથી ઓછી છે. આ ખાલી સ્થાન ભરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
જોકે વધારે સફળતા મળી નથી. સૌથી વધારે ખાલી સ્થાન પોસ્ટ, ડિફેન્સ (સિવિલ), રેલવે અને રાજસ્વ જેવા મોટા મંત્રાલયો અને વિભાગોમાં છે. રેલ મંત્રાલયમાં લગભગ ૨.૩ લાખ પદ ખાલી છે. આ રીતે રક્ષા નાગરિક વિભાગમાં લગભગ ૬.૩૩ લાખ કર્મચારીઓના સ્વીકૃત પદના મુકાબલે લગભગ ૨.૫૦ લાખ સ્થાન ખાલી છે. પોસ્ટ વિભાગમાં કુલ સ્વીકૃત પદોની સંખ્યા ૨.૬૭ લાખ છે જ્યારે લગભગ ૯૦,૦૦૦ પદ ખાલી પડ્યા છે. આ રીતે રાજસ્વ વિભાગમાં ૧.૭૮ લાખ કર્મચારીઓ માટે સ્વીકૃત પદ છે જેમાંથી લગભગ ૭૪,૦૦૦ પદો ખાલી પડ્યા છે. ગૃહ મંત્રાલયમાં સ્વીકૃત ૧૦.૮ લાખ પદના મુકાબલે લગભગ ૧.૩ લાખ પદ ખાલી પડ્યા છે.