નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા ક્ષેત્રીય પક્ષોને સંગઠિત કરવા અને એક કરવાના કોંગ્રેસના પ્રયાસોને હવે સફળતા મળી રહી નથી. કારણ કે ક્ષેત્રીય પક્ષો પોત પોતાની મહત્વકાંક્ષાને પણ છોડવા માટે તૈયાર દેખાઇ રહ્યા નથી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પણ ઉદાર મન સાથે આગળ વધવાના સંકેત આપી રહી નથી. આવી Âસ્થતીમાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા જ પીછેહટનો સામનો કરવો પડી રહ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા જ મહાગઠબંધન બનાવીને ભાજપને હચમચાવી મુકવા માટે નિકળેલી કોંગ્રેસ પાર્ટીનો ઉત્સાહ હવે ઠંડો પડી ગયો છે.
જુદા જુદા રાજ્યોમાં ક્ષેત્રીય પક્ષોના ટોપ નેતાઓની પેંતરાબાજીથી કોંગ્રેસનો ઉત્સાહ ઠંડો પડી ગયો છે. હવે મળી રહેલી માહિતી મનુજબ ત્રણ રાજ્યો રાજસ્થના, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ નવેસરથી મહાગઠબંધનના પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષી એકતા કઇ રીતે થાય તે માટે જુદા જુદા રસ્તા શોધી રહી છે પરંતુ ક્ષેત્રીય પક્ષો કેટલાક મુદ્દા પર જિદ્દી વલણ ધરાવે છે. કોંગ્રેસ પાર્ટી પણ સારી રીતે જાણે છે કે કેન્દ્રમાં રહેલી સરકાર વિપક્ષી એકતાના પરિણામને સારી રીતે જાણે છે.
જેથી આ એકતા સ્થાપિત ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ પોતાની રીતે અંદરખાને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પાર્ટી સુત્રોએ કહ્યુ છે કે એમ તો કોંગ્રેસ પહેલાથી જ બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી પર વિશ્વાસ કરતી ન હતી. પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થનામાં ગઠબંધન ન કરવાની માયાવતીએ જાહેરાત કરીને પાર્ટીના નેતાઓને ચોંકાવી દીધા છે. જા કે કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ ખુબ ઉદારતા દર્શાવી હતી. મોટી પાર્ટી હોવા છતાં જેડીએસની સાથે ગઠબંધન કરીને જેડીએસની સરકાર બનવામાં મદદ કરી હતી. જેડીએસના નેતા કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનવાની તક આપી હતી. જેથી શરૂઆતમાં માયાવતી પણ આશાવાદી દેખાયા હતા. ૪૯ લોકસભા સીટ ધરાવનાર મહારાષ્ટ્રમાં એનસીપી સાથે ગઠબંધન કરવાને લઇને કોંગ્રેસ આશાવાદી હતી જા કે શરદ પવારે રાફેલ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપીને કોંગ્રેસની મુશ્કેલીને વધારી છે.