નવી દિલ્હી : પુલવામા અટેકના જવાબમાં ભારતીય હવાઇ દળ દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓ પર ભીષણ હુમલા કર્યા બાદ હચમચી ઉઠેલા પાકિસ્તાન દ્વારા એકપછી એક જુઠ્ઠાણા જારી રાખવામાં આવ્યા છે. તેના દ્વારા ગેરમાર્ગે દોરવાના પ્રયાસ જારી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ખોટા દાવા વચ્ચે હવે સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે ગયા સપ્તાહમાં કરવામાં આવેલા હુમલા બાદ પાકિસ્તાન સાથે થયેલી ડોગ ફાઇટ દરમિયાન તેના દ્વારા ભારતીય હવાઇ દળના એક સુખોઇ-૩૦ વિમાનને ફુંકી મારવાના પાકિસ્તાનના દાવા ખોટા છે.
પાકિસ્તાનના આ પ્રકારના દાવામાં કોઇ વાસ્તવિકતા નથી. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાની વાયુ સેનાના યુદ્ધ વિમાનોને જાઇ લીધા બાદ તેમને ભારતીય યુદ્ધ વિમાનોએ જારદાર શૌર્ય દર્શાવીને પરત ખદેડી મુક્યા હતા. બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પો પર ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય હવાઇ દળે ભીષણ હવાઇ હુમલા કર્યા બાદ પાકિસ્તાને ભારતીય સેન્ય સ્થળો પર હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. આ ગાળા દરમિયાન ડોટ ફાઇટ થઇ હતી. પાકિસ્તાની વાયુ સેના સાથે હવાઇ સંઘર્ષ દરમિયાન ભારતીય હવાઇ દળના વિંગ કમાન્ડર અભિનંદને મિંગ-૨૧ બાયસન વિમાન મારફતે હુમલો કરીને પાકિસ્તાની એફ-૬ વિમાનને ફુંકી માર્યુ હતુ. આ ગાળા દરમિયાન અભિનંદનના મિગ-૨ને પાકિસ્તાને તોડી પાડ્યુ હતુ.
જા કે અભિનંદન પેરાશુટ દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાકિસ્તાની સેનાએ કસ્ટડીમાં લઇ લીધા હતા. ભારતના દબાણ બાદ આખરે પાકિસ્તાનને અભિનંદનને છોડવાની ફરજ પડી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાની યુદ્ધ વિમાનોને રોકવા માટે તૈનાત તમામ સુખોઇ -૩૦ સુરક્ષિત પરત ફર્યા હતા. પાકિસ્તાનના દાવાને રદિયો આપવામાં આવ્યો છે.