બાંગ્લાદેશમાં છોકરા કે છોકરીના ચક્કરમાં ન પડતાં, ચીની દૂતાવાસે પોતાના નાગરિકો માટે ચેતવણી જાહેર કરી

Rudra
By Rudra 3 Min Read

ઢાકા : બાંગ્લાદેશમાં એક તરફ જ્યાં રાજકીય અશાંતિ અને લોકોમાં રોષની લાગણીઓ જાેવા મળી રહી છે ત્યારે ચીની દુતાવાસે પોતાના નાગરિકોને એક મહત્વની અને કડક ચેતવણી આપી છે કે તેઓ બાંગ્લાદેશમાં કોઈપણ પ્રેમ સંબંધ કે લગ્નમાં ન જાેડાય. કારણ કે, આવા ગેરકાયદેસર એજન્ટો દેશને નુકસાન કરી શકે છે. અને દેશની ગુપ્ત માહિતીઓ અન્ય દેશને મોકલી શકે છે. ડેટીંગ એપના માધ્યમથી માહિતીઓ ગેરમાર્ગે જઇ શકે છે. તેથી ચીને લગ્ન વિષય બાબતે જનતાને ચેતવણી આપી છે.

ચીની દૂતાવાસે નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ વિદેશી પત્ની ખરીદવાનું ટાળે અને બાંગ્લાદેશમાં લગ્ન કરતા પહેલા બે વાર વિચારે. બાંગ્લાદેશી પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન કરવા માટે ગેરકાયદેસર મેચમેકિંગ એજન્ટોથી સાવધ રહો. આ ઉપરાંત, ચીની નાગરિકોને વાણિજ્યિક ક્રોસ-બોર્ડર મેરેજ એજન્સીઓથી દૂર રહેવા અને ઓનલાઈન રોમાંસ કૌભાંડોથી સાવધ રહેવા કહેવામાં આવ્યું છે. આ રીતે, તેઓ નાણાકીય અને વ્યક્તિગત નુકસાનથી બચી જશે. જાે કોઈ આ કૌભાંડનો ભોગ બને છે, તો તેમણે તાત્કાલિક ચીનના જાહેર સુરક્ષા અધિકારીઓને જાણ કરવી જાેઈએ.

ચીન લિંગ અસંતુલનનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, મોટી સંખ્યામાં ચીની યુવાનો દુલ્હન શોધવા માટે ગરીબ દક્ષિણ એશિયાઈ દેશોમાં જાય છે. આ દેશોમાં, ચીની યુવાનોને દુલ્હન પૂરું પાડવા માટે એક આખું નેટવર્ક કામ કરે છે. જેમાં ગેરકાયદેસર ધંધો પણ થઈ રહ્યો છે. ઘણી વખત આવી યુવતીઓને ફસાવીને ચીની નાગરિકો સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે. ચીન લઈ જવામાં આવેલી મહિલાઓને ત્યાં પણ બંધક બનાવવામાં આવે છે. જાે બાંગ્લાદેશમાં તેની સામે કેસ છે, તો આ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. આ માટે ભારે દંડ અને સજાની પણ જાેગવાઈ છે. આવી સ્થિતિમાં, ચીને તેના નાગરિકોની સુરક્ષા માટે આવા નિર્દેશો આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલ બાંગ્લાદેશમાં વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. ક્યારેક બાંગ્લાદેશ બળવાના ડરને કારણે સમાચારમાં રહે છે તો ક્યારેક તેની નીતિઓને કારણે. આ સમયે ચીને આ દેશને પ્રખ્યાત બનાવ્યો છે. ખરેખર, બાંગ્લાદેશમાં ચીની દૂતાવાસે રવિવારે મોડી રાત્રે એક ચેતવણી જાહેર કરી છે. ચીની દૂતાવાસની આ સલાહ ચીની નાગરિકો માટે છે. તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ બાંગ્લાદેશી દુલ્હનો લાવવાનું વિચારે પણ નહીં. ચીની દૂતાવાસની સલાહકારે કહ્યું છે કે ચીની નાગરિકોએ વિદેશી લગ્નો અંગેના કાયદાનું કડક પાલન કરવું જાેઈએ. તેમણે ગેરકાયદેસર એજન્ટોથી બચવું જાેઈએ અને ટૂંકા વિડિયો પ્લેટફોર્મ પર સરહદ પાર ડેટિંગ સંબંધિત માહિતીથી ગેરમાર્ગે દોરવા જાેઈએ નહીં. દૂતાવાસે કહ્યું કે વિદેશી પત્ની ખરીદવાના વિચારને નકારી કાઢવો જાેઈએ અને લોકોએ બાંગ્લાદેશમાં લગ્ન કરવાનું ટાળવું જાેઈએ.

Share This Article