નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે રણશિંગુ ફુંકાઇ ગયા બાદ પરંપરાગત સીટો પર પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છ. આવી જ કેટલીકહોટ સીટ રહેલી છે જેમાં એક સીટ ગુના પણ છે. ગુના-શિવપુરી લોકસભા સીટ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની પરંપરાગત હોટ સીટ છે. પહેલા તેમના પિતા આ સીટ પરથી સતત ચૂંટાઇ આવતા હતા. હવે જ્યોતિરાદિત્ય આ સીટ પર ચૂંટણી લડી રહ્યા છ. કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર પશ્ચિી ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્યના દાદી વિજયારાજે અહીંથી પાંચ વખત સાંસદ તરીકે રહ્યા હતા.
શિવ શિવપુરી સીટ ગ્વાલિયર ક્ષેત્રમાં આવે છે. અહીં મુખ્ય રીતે હિન્દુ અને મુસ્લિમ તેમજ જૈન સમુદાયના લોકો હોય છે. આ ક્ષેત્રમાં સૌથી વધારે આદિવાસી વોટ બેંક છે. મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો અહીં પીવાના પાણી, માર્ગોની ખરાબ હાલત, રાજસ્થાન-મધ્યપ્રદેશ સરહદ પર પુલ નહીં અને ગેરકાયદે ખાણ પ્રવૃતિનો સમાવેશ થાય છે. એસસી-એસટી એક્ટ, અનામત અને જીએસટી જેવા મુદ્દા પર અહીં જારદાર રીતે ઉઠાવવામાં આવી રહ્યા છે. મુસ્લિમ મતદારોની સંખ્યા ૨૩ હજારની આસપાસ રહેલી છે.
રઘુવંશી મતદારોની સંખ્યા ૨૫ હજાર રહેલી છે. યાદવ મતદારોની સંખ્યા ૧.૧૦ લાખની આસપાસ રહેલી છે. અનુસુચિત જાતિના ઉમેદવારોની સંખ્યા ૨.૧૩ લાખની આસપાસ છે જે હમેંશા નિર્ણાયક સાબિત થાય છે. આ વખતે પણ ગુના સીટ પર તમામની નજર રહેશે.