જમ્મુકાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવ્યા બાદ તેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે આ હુમલાના ભાગરૂપે જવાબી કાર્યવાહી કરી હતી. ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ સંબંધો બનેલા છે. પાકિસ્તાને સરહદ પર ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખ્યા છે. જેના ભાગરૂપે સરહદ પર ૬૦થી વધારે વખત યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળો સામે તંગ બનેલી સ્થિતી વચ્ચે કેટલાક પડકારો રહેલા છે. એકબાજુ સરહદ પર પાકિસ્તાની જવાનોએ ગોળીબાર જારી રાખ્યો છે.
બીજી બાજુ ત્રાસવાદીઓને વધારે ઘાતક ઇરાદા સાથે કાશ્મીરમાં ઘુસાડી દેવાના પ્રયાસ પણ જારી રાખ્યા છે. આવી સ્થિતીમાં સુરક્ષા દળો સામે અનેક નવા પડકારો રહેલા છે. પુલવામા હુમલા બાદથી છેલ્લા કેટલાક દિવસોથી હાલત કફોડી બનેલી છે. દરરોજ સરહદ પર પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો ત્રાસવાદીઓને પરોક્ષ રીતે મદદ કરી રહ્યા છે. ત્રાસવાદીઓને સ્થાનિક લોકો આશરો આપી રહ્યા છે ત્યારે તેમની સામે નવા પડકારો ઉભા થઇ ગયા છે. આવી જટિલ સ્થિતી વચ્ચે હવે તોયબા અને જેશના ત્રાસવાદીઓ હુમલાની યોજના કરી રહ્યા છે તેવા હેવાલ પણ મળી રહ્યા છે. રાજ્યમાં હાલમાં ગવર્નર શાસન છે તેવી સ્થિતીમાં પડકારો વધારે છે. હકીકતમાં વસ્તીના એક મોટા હિસ્સાની વિચારધારા અને તેમના વ્યવહારનો હિસ્સો બની ચુકેલી કોઇ પણ સમસ્યાને ઉકેલી દેવા માટે તાકાતની એક મોટી ભૂમિકા હોય છે પરંતુ સાથે સાથે તેને એકમાત્ર કારણ અને વિકલ્પ તરીકે જાઇને આગળ વધવાની બાબત યોગ્ય દેખાતી નથી. આના કારણે સમસ્યા વધારે ગંભીર બની જાય છે.
કઠોર વલણની સાથે સાથે સમાયાતંર વાતચીતની પ્રક્રિયા જારી રાખીને જ બળ પ્રયોગનો કોઇ અર્થ નિકળી શકે છે. સમસ્યાની જડ બની ચુકેલા કેટલાક લોકોને વસ્તીથી અલગ કરવાની બાબત એક ચૂંટણી વલણ પણ હોય છે. કમનસીબ બાબત એ છે કે કાશ્મીરના સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી વાતચીત માટેનો રસ્તો બંધ થયેલો છે. બલ્કે ચૂંટણીઁ પ્રક્રિયાના પ્રયાસોમાં પણ ગંભીરતા દેખાઇ રહી નથી. ખાસ નોંધવા લાયક બાબત એ છે કે માત્ર લશ્કરી ઓપરેશન પર આધાર રાખીને અમે અમારા લશ્કરી બળોને પણ સંકટમાં મુકી રહ્યા છીએ. વર્તમાન સ્થિતીમાં કાશ્મીરમાં સેનાના પ્રયાસો છતાં સ્થિતી વધારે સુધરી નથી. સ્થિતીને સુધારી દેવા અને તમામ પ્રકારની ચેતવણી આપવામાં આવી રહી હોવા છતાં પાકિસ્તાની સેના યુદ્ધવિરામનો ભંગ કરીને સ્થિતીને ખરાબ કરવાના પ્રયાસો સતત કરી રહી છે. પાકિસ્તાનને વારંવારની ચેતવણી આપવામાં આવી હોવા છતાં પાકિસ્તાને સતત ગોળીબાર જારી રાખ્યો છે. પાકિસ્તાની સેનાના કૃત્યોને નિષ્ફળ કરવાની સાથે સાથે સ્થાનિક કટ્ટરપંથીઓથી પણ સાવધાન રહેવાની જરૂર છે.