સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતને રાજદ્ધારી જીત મળ્યા બાદ પણ ભારતની સામે રહેલા પડકારો હજુ પૂર્ણ થયા નથી. ભારતને સતત દુનિયાની સામે કાશ્મીર પર પોતાના પક્ષ અને વિકાસના મામલે માહિતી આપીને પોતાની વિશ્વસનીયતા સાબિત કરતા રહેવુ પડશે. છેલ્લા કેટલાક વર્ષોેથી કાશ્મીરમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ અને ત્રાસવાદીઓએ પગ મજબુતી સાથે જમાવ્યા હતા. આ ઉપરાંત ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ દ્વારા પણ કેટલીક વખત તેની ગતિવિધીનુ પ્રદર્શન કર્યુ છે. આઇએસના ધ્વજ પણ કેટલીક વખત લહેરાવવામાં આવ્યા હતા. આના કારણે તેમના પ્રભાવમાં આવીને બે મોટા રાજકીય પક્ષો અલગતાવાદી અને સ્વાયતત્તાની વાત કરી રહ્યા હતા. આ બે મોટા પક્ષોમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનો સમાવેશ થાય છે. પાકિસ્તાન અમેરિકા અને તાલિબાન વચ્ચે વાતચીતમાં મધ્યસ્થીની ભૂમિકામાં છે.
તે આનો લાભ લેવા માટે સતત પ્રયાસ કરે છે. તે ભારત વિરોધી ત્રાસવાદી ગતિવિધીઓને અંજામ આપીને ભારત સામે સમસ્યા ઉભી કરવાના પ્રયાસ કરે છે. આ તમામ બાબતોને લીધે ભારતે જમ્મુ કાશ્મીરમાં અતિ કઠોર પગલા લેવાની જરૂરિયાતના મહત્વને સમજીને કલમ ૩૭૦ આખરે નાબુદ કરી દીધી છે. સુરક્ષા પરિષદની આ બેઠક બાદ પણ ભારતની સામે પડકારો અકબંધ રહ્યા છે. ત્રાસવાદનો ભય અને સેનાની હાજરીના કારણે સામાન્ય લોકોને પરેશાની થાય તે સ્વાભાવિક છે. આના કારણે ફેલાયેલા અસંતોષને રોકવા માટેના પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભારતને સુરક્ષા અને વિકાસની નીતિને આગળ વધારીને તાલમેળ સાથે આગળ વધવાની જરૂર છે. કાશ્મીરમાં રહેતા સ્થાનિક નાગરિકોના મન જીતવા માટેની બાબત સૌથી પડકારરૂપ છે. ત્યાં તેજી સાથે આર્થિક વિકાસ માટે ઉદ્યોગો સ્થાપિત કરવાની જરૂર છે.
રોજગારીની તક ઉભી કરવાની જરૂર છે. જમ્મુ કાશ્મીર છોડીને જતા રહેતા નાગરિકોને ફરી એકવાર ત્યાં સ્થાપિત કરવાની જરૂર છે. સ્થાનિક સરકારની રચના કરવાની પણ જરૂર છે. તમામ સામાન્ય લોકોની પરેશાનીને દુર કરવા માટે વિવિધ નવા પગલા સ્થાપિત કરવાની જરૂર છે. સામાન્ય લોકોની સમસ્યાઓનો ઉકેલ વહેલી તકે આવે તે જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજજ્જા અસ્થાયી છે. રાજ્ય દેશના મુખ્યપ્રવાહમાં જોડાઇને આગળ વધી જશે ત્યારે તેનો આ દરજ્જા દુર કરી દેવામાં આવશે. તેને ફરી રાજ્યનો દરજ્જા આપી દેવામાં આવશે. આના કારણે સામાન્ય લોકોમાં આત્મવિશ્વાસમાં વધારો થશે. આવી Âસ્થતી ઉભી કરવી ભારત માટે સૌથી પડકારરૂપ બાબત છે.