કેન્દ્ર સરકાર જલ્દી જ નવી ડ્રોન પોલીસીની રુપરેખા તૈયાર કરશે. આ વાતની જાણકારી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યુ હતુ કે જલ્દી જ ડ્રોન માટે નવી પોલિસી બહાર પાડવામાં આવશે. જયંત સિન્હાએ 2017માં મિડીયાને અનામી એરક્રાફ્ટ સિસ્ટમના ડ્રાફ્ટિંગ વિષે જણાવ્યુ હતુ.
હાલના એરક્રાફ્ટ નિયમમાં ડ્રોનના વપરાશ અને તેને ખરીદવા વેચવા માટે કોઇ પાબંધી નથી. ઓક્ટોબર 2014માં સામાન્ય નાગરિકો દ્વારા ડ્રોન અને અનામી એરક્રાફ્ટ સિસ્ટમના વપરાશ પર પાબંધી લગાવવામાં આવી હતી.
DGCA દ્વારા તૈયાર કરેલી ડ્રોનનીતી અનુસાર ડ્રાન માટે યુનિક ઓળખ નંબર બહાર પાડવામાં આવશે. નેનો ડ્રોન જેનો વજન 250 ગ્રામ કે તેનાથી ઓછો હશો તો તેને નિયમ લાગૂ નહી પડે.
નવી નિતી અનુસાર ડ્રોનને પાંચ અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવશે. 250 ગ્રામ કે તેનાથી ઓછા વજન વાળા ડ્રોનને નેનો કેટેગરીમાં રાખવામાં આવશે. 250 ગ્રામથી 2 કિલો વજનના ડ્રોનને માઇક્રો કેટેગરીમાં રાખવામાં આવશે. 2 કિલોથી 25 કિલો સુધીના ડ્રોનને મિની કેટેગરીમાં રાખવામાં આવશે. 25 કિલોથી 150 કિલો વજનના ડ્રોનને સ્મોલ કે નાના ડ્રોનની કેટેગરીમાં રાખવામાં આવશે. 150થી વધારે વજનના ડ્રોનને મોટા ડ્રોનની કેટેગરીમાં રાખવામાં આવશે.
આમ અલગ અલગ પ્રકારના ડ્રોનને તેની અલગ કેટેગરીમાં રાખવામાં આવશે. હવે નવી ડ્રોન નીતીમાં બીજા શું ફેરફાર થશે તે તો નીતી લાગૂ કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે.