નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતોને વધારે શક્તિશાળી બનાવવા માટે તથા સ્થાનિક સ્વશાસનને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર ખુબ ગંભીર છે. કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં ગયા વર્ષે ચૂંટાયેલા ગ્રામ પંચાયતોના ખાતામાં સીધીરીતે ૩૭૦૦ કરોડ ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહી છે. આમાથી આશરે ૧૮૦૦ કરોડ રૂપિયા કાશ્મીરમાં વિકાસ કામો અને લોકકલ્યાણના અન્ય કામો માટે પંચાયતોને આપવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે, જમ્મુ કાશ્મીરની ચૂંટાયેલી પંચાયતો અને સ્થાનિક એકમોને ૩૭૦૦ કરોડ રૂપિયા આપવામાં આવનાર છે જેમાંથી ૭૦૦ કરોડ રૂપિયા પહેલાથી જ આપવામાં આવી ચુક્યા છે.
આ રકમનો ઉપયોગ કઈ રીતે કરાશે તેને લઇને સમીક્ષા કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ગયા વર્ષે લાંબા સમય બાદ પંચાયત ચૂંટણી યોજાઈ હતી. ગૃહમંત્રાલયનું કહેવું છે કે, જમ્મુ કાશ્મીરમાં ગ્રામ પંચાયતોને ટ્રાન્સફર કરવામાં આવેલા ફંડ પૈકી ૧૦ ટકા જરૂરિયાતો પર ખર્ચ કરવામાં આવ્યા છે.