વિશ્વના દેશોમાં મંકીપોક્સના કેસ સામે આવતા ચકચાર મચ્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

યુરોપિયન દેશોમાં મંકીપોક્સનો પહેલો કેસ ૭ મેના રોજ સામે આવ્યો હતો. તે વ્યક્તિ પણ નાઈજીરિયાથી આવ્યો હતો. મંકીપોક્સના મોટાભાગના કેસ આફ્રિકન દેશોમાં જાેવા મળી રહ્યા છે. ૨૦૧૭ થી ત્યાં કેસ વધી રહ્યા છે. પરંતુ ચિંતાજનક ટ્રેન્ડ એ છે કે હવે યુરોપ પણ આ રેસમાં જાેડાઈ ગયું છે. હમણાં સંશોધન દર્શાવે છે કે શીતળા સામે વપરાતી રસી મંકીપોક્સ સામે પણ અસરકારક છે.

તેમાંથી ૮૫ ટકા સુધીની રસી અસરકારક માનવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં પણ ગંભીર લક્ષણો જાેવા મળતા નથી. મંકીપોક્સના લક્ષણો વિશે વાત કરીએ તો ચેપ લાગ્યાના પાંચ દિવસમાં, તાવ, ગંભીર માથાનો દુખાવો, સોજાે, કમરનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક જેવા લક્ષણો જાેવા મળે છે. મંકીપોક્સ શરૂઆતમાં ચિકનપોક્સ, ઓરી અથવા શીતળા જેવો દેખાય છે.

તાવના એકથી ત્રણ દિવસ પછી તેની અસર ત્વચા પર દેખાવા લાગે છે. શરીર પર દાણા ફૂટી નીકળે છે. હાથ, પગ, હથેળી, પગના તળિયા અને ચહેરા પર નાના દાણા જેવા ફોલ્લા નીકળે છે. આ ફોલ્લા ઘા જેવા દેખાય છે અને પોતાની મેળે સુકાઈ જાય છે અને પડી જાય છે.કોરોના મહામારીમાંથી હજુ આપણે બહાર આવી શક્યા નથી, તેવામાં વધુ એક બિમારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લેવાનું શરૂ કર્યું છે.

હાલ યૂરોપના દેશોમાં તેનો કહેર વર્તાવાનું શરૂ થઈ ગયું છે. આ રોગ બીજાે કોઈ નહીં પણ મંકીપોક્સ છે. વિશ્વભરમાં મંકીપોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. યુરોપમાં ખતરનાક ખતરાની ઘંટડી વાગી છે, જ્યાં પ્રથમ વખત મંકીપોક્સના રેકોર્ડ સંખ્યામાં કેસ નોંધાયા છે. યુરોપમાં અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ મંકીપોક્સના દર્દીઓ મળી આવ્યા છે. આ ટ્રેન્ડને ગંભીરતાથી લેતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાકીદની બેઠક યોજી છે.

આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંકીપોક્સને મહામારી જાહેર કરવી જાેઈએ કે કેમ તે અંગે પણ ચર્ચા ચાલી હતી. અત્યારે મંકીપોક્સે યુરોપના ૯ દેશોમાં જાેરદાર દસ્તક આપી છે – બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને યુકે. આ સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં મંકીપોક્સના વધતા કેસોએ પણ ચિંતા વધારી છે.

પરંતુ આ વધતા જતા કેસોની વચ્ચે નિષ્ણાતોનું માનવું છે કે આ રોગ મહામારી નહીં બને કારણ કે તે કોરોના જેટલી ઝડપથી ફેલાતો નથી. આનાથી ચેપ લાગવો પણ સરળ નથી. આ અંગે રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ફેબિયનનું કહેવું છે કે આ મહામારી લાંબા સમય સુધી લંબાય તે મુશ્કેલ લાગે છે. આ બિમારીના કેસો સરળતાથી આઈસોલેટ કરી શકાય છે, એક જગ્યાએ રોકી શકાય છે. રસીઓ પણ મંકીપોક્સની અસરને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

પરંતુ યુરોપીયન વડા આ મંકીપોક્સને લઈને વધુ ચિંતિત છે. તેમના મતે જાે યુરોપમાં લોકો વધુ પાર્ટીઓમાં હાજરી આપે છે, જાે તેઓ ઉનાળામાં રજાઓ માણવા જાય છે તો આ રોગ વધુ ફેલાય તેવી શક્યતા છે.

Share This Article